Strong Bones Tips: વર્તમાન સમયમાં લોકોને હાડકામાં દુખાવાની ફરિયાદ વધી છે. આ તકલીફ એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી જો હાડકાંના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં ન આવે તો હાડકાં નબળા પડી જાય છે. હાડકાંને નબળા પડતા અટકાવવા હોય તો કેટલાક ફેરફાર આહારમાં કરવા જોઈએ. આજના સમયમાં લોકો જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. આવી સ્થિતિમાં શરીરને પોષણ મળતું નથી અને નુકસાન થાય છે. આ સિવાય કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાવાથી હાડકાં નબળા પડવા લાગે છે. જો તમારે હાડકાંને મજબૂત રાખવા હોય તો આ વસ્તુઓથી અંતર જાળવવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


પગના તળીયામાં થતી બળતરાની ન કરવી અવગણના, આ ગંભીર સમસ્યાના કારણે પણ થઈ શકે છે તકલીફ


રોજ સવારે સુકા ધાણાનું પાણી પીવાથી શરીરમાંથી દુર થાય છે Bad Cholesterol


આર્થરાઈટિસ માટે રામબાણ છે સરગવો, ખાવાથી આ એક નહીં થાય છે 5 જોરદાર ફાયદા


મીઠાઈ


વધુ પડતી મીઠાઈઓ ખાવી આપણા હાડકાં માટે સારી આદત નથી. જે લોકો મીઠાઈ વધારે ખાય છે તેમના હાડકાં ઝડપથી નબળા થઈ જાય છે. એટલા માટે મીઠાઈઓનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ.


કોલ્ડડ્રિંક 


એ વાત સૌ કોઈ જાણે છે કે કોલ્ડડ્રિંક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તે સૌથી વધારે તમારા હાડકાંને નુકસાન પહોંચાડે છે. તેથી જો તમે પણ સોડા કે કોલ્ડડ્રિંક પીવાના શોખીન છો તો તુરંત જ આ આદત બદલો. 


ચિકન


ઘણા લોકોને ચિકન વધારે ભાવે છે. પરંતુ જો તમે વધારે ચિકન ખાઓ છો તો તેના કારણે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે. જેના કારણે હાડકાંને પણ નુકસાન થઈ શકે છે.


કેફીન


કેફીન વધુ પડતું કેફીન લેવાથી હાડકાની ઘનતા પર અસર થાય છે. કારણ કે કેફીન હાડકાની ઘનતા ઘટાડે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)