સ્વાસ્થ્ય માટે પણ ચમત્કારી સાબિત થાય છે કપૂર, આ 5 સમસ્યામાં દવાની જેમ કરે છે કામ
Health Benefits Of Camphor: કપૂર આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. કપૂરમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ઘણા પ્રકારની બીમારીઓમાં લાભ કરે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે કયા પ્રકારની બીમારીમાં કપૂરનો ઉપયોગ કરી શકાય છે.
Health Benefits Of Camphor: હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજામાં કપૂર પ્રજવલિત કરવાનું વિશેષ મહત્વ છે. કપૂર નો ઉપયોગ દરેક પ્રકારની પૂજામાં કરવામાં આવે છે. માનવામાં આવે છે કે કપૂર પ્રજવલિત કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. પૂજાના ઉપયોગમાં આવતું આ કપૂર શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. કપૂર આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. કપૂરમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ઘણા પ્રકારની બીમારીઓમાં લાભ કરે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે કયા પ્રકારની બીમારીમાં કપૂરનો ઉપયોગ કરી શકાય છે.
દુખાવો દૂર કરવા
જો તમને શરીરમાં ઇજા થઈ છે અને તે જગ્યાએ દુખાવો થતો હોય તો પાણીમાં કપૂર મિક્સ કરીને બીજા થઈ હોય તે જગ્યાએ લગાડવાથી રાહત મળી શકે છે. કપૂરનો ઉપયોગ કરવાથી ઈજા પણ ઝડપથી રૂઝાસે કારણકે કપૂરમાં એન્ટીબાયોટિક પદાર્થ હોય છે.
આ પણ વાંચો:
રોજ સવારે ખાલી પેટ ખાવાનું રાખો લસણ અને મધ, શરીરને થશે આ ગજબના ફાયદા
ફટાફટ ઘટાડવું હોય વજન તો રોજ સવારે પીવાનું રાખો આ પાણી, બીમારીઓ પણ થશે છુમંતર
તાવ આવે ત્યારે રહે છે સાંધાનો દુખાવો? તો અજમાવો આ દેશી નુસખા તુરંત મળશે આરામ
શ્વાસની સમસ્યામાં
કપૂરમાં એવા ઘણા તત્વો હોય છે જે શ્વાસ સંબંધિત સમસ્યામાં મદદ કરી શકે છે. કપૂરના ગુણ ફેફસાના સોજા ને દૂર કરે છે અને નસોને આરામ આપે છે. તેનાથી ઉધરસ ની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.
લો બ્લડ પ્રેશર
લો બ્લડ પ્રેશરના દર્દી માટે પણ કપૂર ફાયદા કારક છે. કપૂર નો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.
વાળની સમસ્યા માટે
જો તમારા વાળમાં પણ ડેન્ડ્રફની સમસ્યા હોય અને વાળ ખરતા હોય તો કપૂરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને વાળમાં તેનાથી મસાજ કરો. આ તેલનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાઓ જલ્દી દૂર થાય છે.
ખંજવાળ થી રાહત
કોઈપણ કારણોસર ત્વચા પર ખંજવાળ આવે અથવા તો રેશિસ થવા લાગે તો નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવો. આમ કરવાથી તમને ખંજવાળથી મુક્તિ મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)