નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને લઇને લોકો વચ્ચે ઘણા પ્રકારના સમાચાર આવી રહ્યા છે. એવામાં હાલમાં એ વાત પણ સામે આવી છે કે ઓડકારથી પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે. તમે પણ વિચારતા હશો કે શું આ સંભવ છે. આવો જણાવીએ આ અંગે એક્સપર્ટનું શું કહેવું છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડકારથી પણ કોરોના સંક્રમણની સંભાવના
કોરોના વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ છે સંક્રમિત વ્યક્તિના મોંઢામાંથી નિકળનાર ડ્રોપલેટ્સ. માઇન્ડ સ્પેશ્યિલિસ્ટના નિર્દેશક ડો. અવધેશ શર્માનું કહેવું છે કે જો કોઇ મોંઢું બંધ કરીને ઓડકર ખાઇ લે છે તો સંક્રમણનો ખતરો રહેતો નથી. પરંતુ તે જોરથી ઓડકાર ખાય છે અને તેનાથી ડ્રોપલેટ્સ બહાર આવે છે તો સંક્રમણનો ખતરો છે. એટલા માટે તમારે માસ્ક લગાવીને બહાર નિકળવું જોઇએ. સાથે જ અંતર જાળવવવું જોઇએ તે સૌથી સુરક્ષિત છે. 


વૈજ્ઞાનિકનું કહેવું છે કે કોઇ સંક્રમિત વ્યક્તિના મોંઢામાંથી નિકળનાર થૂંક અથવા ડ્રોપલેટ કોરોના વાયરસ ફેલાવવામાં સૌથી કારગર છે. તાજેતરમાં જ તબલીગી જમાતના સભ્યો દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ પર થૂંકવાના કેસમાં મૂળચંદ હોસ્પિતલના ડો. કેકે અગ્રવાલનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ અને થૂંક એકદમ ખતરનાક છે. જો કોઇ વ્યક્તિ સામાન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય તો કોરોના વાયરસનું સંક્રમણ લગભગ નક્કી છે. 


આ દરમિયાન જોન્સ હોપ્કિંસ દ્વાર મળી રહેલા આંકડા અનુસાર દેશમાં કોરોન વાયરસના લગભગ 5,351 કેસ આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 160 લોકોના મોત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર