Oxygen Level: શું કપૂર, લવિંગ અને અજમાનો નુસ્ખો ઓક્સિજનલ લેવલ વધારી શકે છે? અહીં જાણો સત્ય
જે ગતીથી સમગ્ર દેશમાં કોરોના વાયરસના (Coronavirus) દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે જ ઝડપે હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર (Oxygen cylinder) અને બેડની (Bed in hospital) પણ માંગ વધી રહી છે
નવી દિલ્હી: જે ગતીથી સમગ્ર દેશમાં કોરોના વાયરસના (Coronavirus) દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે જ ઝડપે હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર (Oxygen cylinder) અને બેડની (Bed in hospital) પણ માંગ વધી રહી છે. દરમિયાન, એક સોશિયલ મીડિયા પોસ્ટ ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં ઘરેલું રેસિપિ શરીરના ઓક્સિજનના સ્તરને વધારવા માટે કહેવામાં આવી રહી છે.
શું કપૂર, લવિંગ, અજમો ઓક્સિજનનું વધારશે લેવલ?
આ વાયરલ પોસ્ટને (Viral post) કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ શેર કરી છે. આ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કપૂર (Camphor), લવિંગ (Clove) અજમો (Carrom seeds) અને નીલગિરી તેલનાં (Eucalyptus oil) થોડા ટીપાં સુંઘવાથી શરીરમાં કન્જેશનની સમસ્યાને દૂર કરી ઓક્સિજનનું સ્તર (Oxygen level increase) વધારવામાં મદદ કરે છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે - 'કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીના તેલના થોડા ટીપાં મીક્સ કરી એક પોટલી બનાવી તેને દિવસભર સુગંધતા રહો. આ કરવાથી શરીરનો ઓક્સિજન લેવલ વધે છે અને કન્જેશનની સમસ્યા દૂર થાય છે. આ પ્રકારની પોટલી લદાખમાં પણ પર્યટકોને આપવામાં આવે છે. જ્યારે તેમનું ઓક્સિજનનું સ્તર ઘટવાનું શરૂ થાય છે. આ એક ઘરેલું ઉપાય છે (Home remedy).
આ પણ વાંચો:- Corona ની રસી લીધા બાદ શરાબ કે સ્મોકિંગ બની શકે છે મોતનું કારણ, જાણો શું કહે છે નિષ્ણાતો
દાવો સાબિત કરવા માટે નથી કોઈ રિપોર્ટ
આવા દાવાઓને સાબિત કરવા માટે કોઈ અહેવાલ નથી (No reports to prove the claim), જે કહી શકે કે કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીના તેલથી બ્લડમાં ઓક્સિજનનું સ્તર વધારે છે અને શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યાઓમાં રાહત આપે છે. જો કે, હળવા શ્વસન ઇન્ફેક્શનના કિસ્સામાં, આ ઉપચાર તમને સારો અનુભવ કરાવવામાં મદદ કરી શકે છે (Feel good therapy).
આ પણ વાંચો:- Corona ની નવી લહેરથી દૂર રહેવા શું ખાવું અને શું ન ખાવું? જાણો WHO એ શું કહ્યું?
બંધ નાક ખુલવાથી ઓક્સિજન લેવલ વધશે- તેના પણ પૂરાવા નથી
ત્વચા પર આવતી ખંજવાળ અથવા દુખાવો ઓછો કરવા માટે કપૂર ઘસવામાં આવે છે, પરંતુ બંધ નાક ખોલવામાં (Nasal congestion) કપૂર ફાયદાકારક છે એવો કોઈ અભ્યાસ નથી. સાથે જ એક અભ્યાસમાં આ વાત પણ સામે આવી છે કે બંધ નાક ખુલવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે, એવું નથી. એ જ રીતે આવો કોઈ અભ્યાસ નથી જે આ દાવો કરી શકે કે, કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીનું તેલ શરીરના ઓક્સિજન લેવલને વધારવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો:- ભૂલેચૂકે પણ ન કરતા આ ભૂલ, નહીં તો માતા બનવાના સુખથી રહી જશો વંચિત
કોઈપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લો
એકંદરે, કોરોનાથી બચવા માટે અથવા કોરોનાથી સાજા થવા માટે ઉકાળો પીવાથી લઇન સ્ટીમ લેવા અને આયુર્વેદિક ઉપચાર કરવા જેવા ઘણા ઉપાયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તમારા ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ ઉપાય ના અપનાવો.
(નોંધ: કોઈપણ ઉપાય કરતા પહેલા હંમેશા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લો. ZEE NEWS આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube