વોશિંગટન :પાર્લરમાં હવામાં રહેલા હાનિકારક પ્રદૂષણોનું સ્તર મોટર વાહનોના ગેરેજ જેટલું હોય છે. જેનાથી ત્યાં કામ કરતા કર્મચારીઓને કેન્સર થવાના, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ચામડીમાં બળતરાની શક્યતા વધી જાય છે. એક રિસર્ચમાં આ ચેતવણી આપવામાં આવી છે. રિસર્ચમાં છ નખ પાર્લરમાં સરળતાથી બાષ્પ કે ગેસમાં તબદીલ થતા કાર્બોનિક યૌગિકો પર નજર રાખવામાં આવી હતી. આ વ્યવસાયમાં સ્વાસ્થય સંબંધી ગંભીર ખતરો બતાવનારું રિસર્ચ છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરની એક ટીમ અનુસાર, નખ પાર્લરમાં કામ કરનાર કર્મચારીઓના સ્વાસ્થયને ફર્મેલ્ડહાઈડ અને બેન્ઝીન જેવા ગેસથી ઉત્પન્ન પ્રદૂષણોના કારણે વધુ ખતરો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી ગુજરાતની આ માતાને સો સો સલામ


અમેરિકન પર્યાવરણ સંરક્ષણ એજન્સીએ શોધમાં જાણ્યું કે, કેન્સરકારી યૌગિકના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી લ્યુકેમિયા અને હોડગિકિંગ્સ લિંફોમા જેવા કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મુખ્ય રિસર્ચર લુપિતા મોન્ટોયાએ જણાવ્યું કે, આ રિસર્ચમાં અમે જાણ્યું કે, આ પ્રકારનું વાતાવરણ કર્મચારીઓ માટે ખતરનાક છે અને તેમની સુરક્ષા માટે વધુ સારા નિયમો બનાવવાની જરૂર છે. 


Photos : પાણી માટે વલખા મારતા કચ્છની વધુ એક ભયાનક વાસ્તવિકતા, ભૂખથી તડપડી રહ્યા છે સેંકડો ઊંટ


તેમણે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા તેઓ એક પાર્લરમાં ગઈ હતી, જ્યાં ઉપયોગમાં લેવાતા કેમિકલની તીખી વાસથી તેઓ પરેશાન થઈ ગઈ હતી. રિસર્ચર્સે કહ્યું કે, પાર્લરમા જનારા લોકો પર તેની અસર ઓછી થાય છે, પણ ગર્ભવતી મહિલાઓ કે અસ્થમાના રોગીઓને તેનાથી ખતરો હોઈ શકે છે.