નવી દિલ્હીઃ દુનિયાભરમાં કરોડો લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ બીમારીને કારણે શરીરના અન્ય ભાગ પર અસર પડે છે. ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ઇંસુલિન બની શકતું નથી. તેવામાં બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. હાલત ગંભીર થવા પર આ સ્થિતિ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેવામાં તેને કંટ્રોલ કરવી જરૂરી છે. તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો. તે માટે એલચીનું સેવન કરી શકો છો. એલચીનું પાણી અને એલચીની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાવશે


લીલી એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. એલચી સ્વાદમાં જેટલી શાનદાર હોય છે એટલે સ્વાસ્થ્ય માટે લાજવાબ હોય છે. તેના દ્વારા સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. 


એલચી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ
એલચીમાં કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે. એલચીનું પાણી અને તેની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. એલચીનું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.


એલચીની ચાનું સેવન પણ કરી શકો છો


નિયમિત રૂપથી એલચીનું પાણી તમારા ડાઇટમાં સામેલ કરી શકો છો. તમે એલચીની ચાનું સેવન પણ કરી શકો છો. તો આ ચામાં આદુ પણ નાખી શકો છો. તેમાં એલચી, લવિંગ, કાળા મરી અને તજને મિક્સ કરી શકો છો. તેનાથી વધુ ફાયદો મળશે. પરંતુ આ બધુ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.


આ પણ વાંચોઃ ઘડપણમાં પણ જવાની જેવું ફાસ્ટ દોડશે તમારું મગજ, રોજ પીઓ આ જ્યૂશ


એલચીના સેવનથી પાચન શક્તિમાં વધારો
નાની એલચી તેના પાચન ગુણો માટે જાણીતી છે. તે અપચો, સોજા, ગેસ અને અન્ય પેટ સંબંધી સમસ્યામાં રાહત અપાવવાનું કામ કરે છે. તે પેટમાં રહેલ એન્જાઇમોને એક્ટિવ કરે છે, જેનાથી પાચન શક્તિ મજબૂત બને છે.


એલચીથી કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલ
જો કોઈ વ્યક્તિનું કોલેસ્ટ્રોલ લેવલ વધેલું રહે છે તો દરરોજ એલચીના પાણીનું સેવન કરવું જોઈએ. તે કોલેસ્ટ્રોલના લેવલને ઠીક કરે છે. તે હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓમાં પણ ઉપયોગી થાય છે. 


શ્વાસ કે મોઢાની દુર્ગંધ દૂર કરે છે એલચી
એલચીના બી ચાવવાથી શ્વાસ તાજો થાય છે. શ્વાસની દુર્ગંધ કે મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે. આ કારણ છે કે એલચીનો ઉપયોગ હંમેશા માઉથ ફ્રેશનર અને ચ્યૂઇંગ ગમમાં કરવામાં આવે છે. 


ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમે સંબંધિત ડોક્ટરની સલાહ લઈ શકો છો.