નવી દિલ્હી :જો તમે આજુબાજના શોરબકોરને નજરઅંદાજ કરી રહ્યા છો, તો તમને આ લાપરવાહી બહુ જ ભારે પડી શકે છે. આ ભૂલ તમને 2050 સુધી બહેરાશ બનાવી શકે છે. આવુ અમે નથી કહી રહ્યા, તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું રિસર્ચ જણાવે છે. હકીકતમાં, હાલમાં જ કરાયેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, હાલ દુનિયાભરમાં 44.6 કરોડ લોકો સાંભળવાની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે, ત્યારે 2050 સુધી આ સંખ્યા વધીને 60 કરોડ થઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ સતત તેજ અવાજના સંપર્કમાં રહેવાનુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, હાલના સમયમાં જે60 ટકા લોકો બહેરાશ કે સાંભળવાની અન્ય તકલીફો લઈને આવે છે, તે એવી છે જેને પહેલેથી રોકી શકવું શક્ય છે. પરંતુ સમય પર સારવાર ન થવાને કારણે તેમને આ સમસ્યાઓ જોવા પડી શકે છે. તેની સૌથી વધુ અસર 12થી 35 વર્ષની ઉંમરના લોકો પર પડી શકે છે. સર ગંગારામ હોસ્પિટલના ઈએનડી સ્પેશિયાલિસ્ટ ડો.અજય સ્વરૂપના જણાવ્યા અનુસાર, મોટી ઉંમરના લોકોમાં બહેરાશ આવવી સામાન્ય બાબત છે, પરંતુ જે લોકોને નાની ઉંમરથી જ અવાજ પ્રદૂષણને બેધ્યાન કરે છે, તેમને સાંભળવામાં બાકી લોકોની સરખામણીમાં તકલીફ શરૂ થઈ જાય છે. 


તેમણે જણાવ્યું કે, વિકાસશીલ દેશોમાં તેની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. કેમ કે અહીં લોકો પ્રિવેન્ટ ટ્રીટમેન્ટ પર ઓછું ધ્યાન આપીએ છીએ. સતત તેજ અવાજના સંપર્કમાં રહેવાથી કાનની નસો નબળી પડવા લાગે છે અને ધીરે ધીરે સાંભળવાની શક્તિ ઓછી થતી જાય છે. જે આગળ ચાલીને બહેરાશનું રૂપ લઈ લે છે. તેમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, નિકોટીનના ઉપયોગ કરવાથી કાનની નસો નબળી પડતી જાય છે. જેના વિશે મોટાભાગના લોકો વિચારી પણ શક્તા નથી અને સતત નિકોટીનના ઉપયોગથી બહેરાશ થવા લાગે છે.


મહત્વની બાબત એ છે કે, જે રીતે તમામ બીમારીઓના લક્ષણ જલ્દી સામે આવતા નથી. તેવી જ રીતે સાંભળવાની ક્ષમતા એક દિવસમાં ઓછી થતી નથી. આજે જગ્યા જગ્યાએ શોરબકોર, તેજ હોર્ન, ડીજે, લાઉડસ્પીકર, આ બધુ જ આપણી જીવનશૈલીમાં એવી રીતે વસી ચૂક્યા છે, જેની અસર વિશે પહેલા તો માલૂમ પડતુ નથી. પરંતુ અંદરથી તે આપણા કાનને ખોખલા કરતા જાય છે અને લોકોને ત્યારે હોશ આવે છે, જ્યારે તેમની સાંભળવાની ક્ષમતા ખતમ થઈ જાય છે.