Diabetes: ડાયાબિટીસના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. આ સાયલન્ટ કિલર રોગ માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે. એવું જરૂરી નથી કે જે લોકો વધુ પડતી મીઠાઈ ખાય છે તે જ ડાયાબિટીસ જેવી અસાધ્ય બીમારીનો શિકાર બને છે. આવો જાણીએ આવા જ કેટલાક કારણો વિશે, જે ડાયાબિટીસને આમંત્રણ આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જરૂરીયાતથી વધુ ચિંતા કરવી
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે જે લોકો નાની-નાની વાતો પર જરૂરીયાત કરતા વધુ સ્ટ્રેસ લે છે, તેને ડાયાબિટીસ થવાની સંભાવના ખુબ વધી જાય છે. જો તમે આ બીમારીથી બચવા ઈચ્છો છો તો તમારે તણાવને મેનેજ કરવાનું શીખવું પડશે. તમને જણાવી દઈએ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે તમે મેડિટેશનને તમારા ડેલી રૂટીનમાં સામેલ કરી શકો છો. આ સિવાય તમે ખરાબ લાઇફસ્ટાઇલ પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે.


શારીરિક પ્રવૃત્તિ ન કરવી
જે લોકો જરાય કસરત નથી કરતા તેમને પણ ડાયાબિટીસ થઈ શકે છે. દરરોજ કેટલીક શારીરિક પ્રવૃત્તિમાં નિયમિતપણે ભાગ લો. જો તમે જીમમાં જઈને વર્કઆઉટ નથી કરી શકતા તો યોગને તમારી દિનચર્યામાં સામેલ કરો. જો તમે ઇચ્છો તો, તમે દરરોજ ચાલીને તમારી જાતને ફિટ અને સ્વસ્થ બનાવી શકો છો.


આ પણ વાંચોઃ કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો


ખાવા-પીવા પર ધ્યાન ન આપવું
મીઠી વસ્તુ ખાવા સિવાય કેટલાક અનહેલ્ધી ફૂડ્સનું સેવન કરવાથી પણ ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. સફેદ બ્રેડ, તળેલું ફૂડ, પ્રોસેસ્ડ મીટ, બટાકાની ચિપ્સ જેવી ખાદ્ય વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગથી બચવા માટે તમારે તમારા આહારને સ્વસ્થ અને સંતુલિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.