Diwali 2023 : દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ મીઠાઈ તો માર્કેટથી જ ખરીદાય છે. આવામાં દિવાળીમાં નકલી ઘી, નકલી માવા, નકલી પનીરનો સરેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. આ વચ્ચે તમને એક મહત્વની માહિતી જણાવીએ. શું તમને ખબર છે કે મીઠાઈને એક્સપાયરી ડેટ હોય છે. જો તમે મીઠાઈ ખરીદતા હોય તો ખાસ ધ્યાન રાખો કે મીઠાઈના બોક્સ પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત હોય છે. દૂધ અને માવાની મીઠાઈ કેટલા દિવસ ચાલે તે પણ આજે જાણી લો. એટલુ જ નહિ, ડ્રાયફ્રુટ્સની પણ એક્સપાયરી ડેટ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીની મીઠાઈ અને ડ્રાયફ્રુટ્સ ખરીદતા પહેલા એ જાણી લો કે તે કેટલા દિવસ સુધી ચાલશે અને તેની એક્સપાયરી ડેટ શું છે. મીઠાઈની પણ એક લાઈફ હોય છે, તેના બાદ તે ખાવુ આરોગ્ય માટે હાનિકારક છે. જેમ કે, દૂધમાંથી બનેલી મીઠાઈ માત્ર બે જ દિવસ સુધી ચાલી શકે છે. તો માવાની મીઠાઈ 4 દિવસ ચાલી શકે છે. આ પછી તેની એક્સપાયરી ડેટ ગણાય છે. 


ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ફરવા જવાનું ટેન્શન હોય તો આગાહી વાંચી લેજો


મીઠાઈ વેચનારાએ પણ મીઠાઈની એક્સપાયરી ડેટ લખવી જરૂરી હોય છે. નહિ તો વેપારીઓ સામે કાયદાકીય પગલાની પણ જોગવાઈ હોય છે. દિવાળી દરમિયાન માવાની મીઠાઈની બહુ જ ડિમાન્ડ રહેતી હોય છે, ત્યારે તમારે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે. જેમ કે, એફએલએલના નિયમો અનુસાર, ગ્રાહકોને તાજી મીઠાઈ જ વેચાવવી જોઈએ. દુકાનદારે મીઠાઈની ટ્રે પર મીઠાઈ બન્યાની તારીખ દર્શાવવી ફરજિયાત છે. 


ઉલ્લેખનીય છે કે, છટેલ્લાં કેટલાક સમયથી આરોગ્ય વિભાગ ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળને લઈને સતર્ક બન્યું છે. મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. 


દિવાળી ટાણે વરસાદથી ચિંતા : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આ જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ