ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ફરવા જવાનું અને ફટાકડા ફોડવાનું ટેન્શન હોય તો આગાહી વાંચી લેજો

Gujarat Weather Forecast : ગુજરાતમાં 2થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.....ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે...જો કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં,,,લખુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે-

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ફરવા જવાનું અને ફટાકડા ફોડવાનું ટેન્શન હોય તો આગાહી વાંચી લેજો

Ambalal Patel Prediction : તૈયાર રહેજો, ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે. આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. ગુરુવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે, અને કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાઁ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં આગાહી છે. 

શુ કહે છે અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત સર્જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ કારણે ગુજરાતના હવામાનને પણ તેની અસર થવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાનના હવામાન અંગે વાત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે, અરબ સાગરનો ભેજ આવી શકે છે, આ સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. ડિસેમ્બર માસથી આની અસર વધી જશે. જેના લીધે વાદળવાયુની અસર વધારે થશે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ઠંડા રહેવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી 
ખરા તહેવારે ગુજરાતમાં લોકોની દિવાળી બગડી છે. ગુરુવારે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. આગામી 24 કલાકને લઇ હવામાન વિભાગની આગાહી ચેતવણીભરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે. ગુરૂવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ગીર સોમનાથ, ડાંગ, તેમજ જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. એકાએક વરસાદી માહોલ છવાતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. 

ગુરૂવારે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે પ્રદૂષણમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news