Neem Health Benefits: જ્યારે ઋતુ બદલતી હોય ત્યારે સવારના સમયે કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી પેટ હંમેશા બરાબર રહે. જો પેટ બરાબર ન હોય તો શરીરમાં ઘણી બધી સમસ્યાઓ શરુ થાય છે. રોજ સવારે ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો તેનાથી બદલતી ઋતુમાં પણ નિરોગી રહી શકાય છે. આવી જ એક વસ્તુ છે કડવો લીમડો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીની શરૂઆતનો આ સમય એવો હોય છે જ્યારે કડવો લીમડો ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કડવા લીમડામાં એવા ઘણા બધા ગુણ હોય છે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. જો રોજ સવારે ખાલી પેટ તમે બે કડવા લીમડાના પાન પણ ચાવીને ખાઈ લો છો તો તે સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. આજે તમને કડવો લીમડો ચાવીને ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ. 


આ પણ વાંચો:  કચરો સમજી ફેંકવા નહીં શક્કરટેટીના બી, તેને ખાવાથી શરીરને થશે આ 5 ફાયદા


લીમડો ખૂબ જ કડવો હોય છે તેને ખાવાનું કોઈ વિચારે પણ નહીં. પરંતુ તેને ચાવીને ખાવાથી શરીરનું જે પોષક તત્વો મળે છે અને જે ફાયદા થાય છે તે જાણીને તમે ચોક્કસથી ખાલી પેટ લીમડો ખાવાની શરૂઆત કરી દેશો. સૌથી પહેલા તો જો તમે લીમડો ખાવાની શરૂઆત કરો છો તો ત્વચા ખીલ મુક્ત થઈ જાય છે.


કડવો લીમડો ખાવાના ફાયદા


આ પણ વાંચો: Fever: વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું છે તફાવત ? જાણો તેના લક્ષણ અને બચાવના સરળ ઉપાય


1. ગરમીની શરૂઆતનો સમય એવો હોય છે જ્યારે રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે અને વારંવાર બીમારી આવે છે. પરંતુ જે લોકો ખાલી પેટ લીમડાનું સેવન કરે છે તેઓ ફીટ રહે છે અને તેમની રોગપ્રતિકાર ક્ષમતા પણ વધે છે. 


2. ખાલી પેટ ચાવીને લીમડો ખાવાથી કબજિયાતમાં પણ ફાયદો થાય છે. લીમડો ચાવીને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. ખાલી પેટ લીમડો ચાવીને ખાવાથી ડાઇઝેશનમાં પણ સુધારો થાય છે.


3. લીમડો ખૂબ જ ગુણકારી વસ્તુ છે તેનું સેવન કરવાની સાથે તમે તેનો અલગ અલગ રીતે ઉપયોગ પણ કરી શકો છો. ગરમીના દિવસોમાં લીમડાનો ઉપયોગ કરવાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે.


આ પણ વાંચો: મફતમાં મળતા આ પાનનો પાવડર ઝડપથી ઓગાળી દેશે પેટની ચરબી, દિવસમાં એકવાર પીવો આ રીતે


4. લીમડાના પાનનું સેવન કરવાથી શરીરમાં આવેલા સોજા પણ દૂર થાય છે અને શરીરમાં જામેલી ગંદકી પણ ધીરે ધીરે નીકળવા લાગે છે. 


5. આંખ માટે પણ કડવો લીમડો ફાયદાકારક છે. સવારના સમયે બે પાન ચાવીને ખાઈ લેવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યા તો દવા વિના જ મટી જાય છે. 


6. ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડો વરદાન છે. સવારે ત્રણથી ચાર પાંચ ચાવીને ખાઈ લેવાથી અથવા તો તેનો રસ પી લેવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે. 


આ પણ વાંચો: રાત્રે સુતા પહેલા મોઢામાં રાખી લો આ વસ્તુ, સવાર સુધીમાં કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર


7. ઉનાળા દરમિયાન લીમડાને પાણીમાં ઉકાળી તે પાણીને ઠંડુ કરીને તેનાથી નહાવાથી સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)