દવા વિના બ્લડ સુગર લેવલ રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ચાવીને ખાઈ લેવા આ ઝાડના પાન
Ayurvedic Remedies For Diabetes: જો ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ સતત હાઈ રહેતું હોય તો સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોનું બ્લડ સુગર હાઈ રહેતું હોય તેવો કેટલાક નેચરલ ઉપાય કરીને પણ બ્લડ સુગર લેવલને મેન્ટેન કરી શકે છે. આજે તમને આવો જ એક આયુર્વેદિક નુસખો જણાવીએ જેની મદદથી તમે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં કરી શકો છો.
Ayurvedic Remedies For Diabetes: ડાયાબિટીસ એવી બીમારી છે જે એકવાર થાય પછી તેને જળમૂળથી મટાડી શકાતી નથી પરંતુ દવા અને યોગ્ય ડાયટ ફોલો કરીને બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. જો ડાયાબિટીસના દર્દી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે તો કોઈ પણ જાતની સમસ્યા થતી નથી. તેથી જ ડાયાબિટીસના દર્દીને યોગ્ય ડાયટ ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે જેથી હાઈ બ્લડ સુગર લેવલની સ્થિતિને ટાળી શકાય.
જો ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ સતત હાઈ રહેતું હોય તો સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોનું બ્લડ સુગર હાઈ રહેતું હોય તેવો કેટલાક નેચરલ ઉપાય કરીને પણ બ્લડ સુગર લેવલને મેન્ટેન કરી શકે છે. આજે તમને આવો જ એક આયુર્વેદિક નુસખો જણાવીએ જેની મદદથી તમે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં કરી શકો છો.
આ પણ વાંચો:
કબજિયાતથી લઈ લોહીની ઊણપ સુધીની સમસ્યા દુર કરે છે ખજૂર, જાણો ખાવાની સાચી રીત
રોજ આ રીતે કરો ઈસબગુલનું સેવન, 30 દિવસમાં સ્થૂળતા સહિતની આ 3 સમસ્યા થશે દુર
Oil In Navel: રાત્રે નાભિમાં મુકો આ તેલના ટીપાં, સવારથી જ શરીરમાં દેખાવા લાગશે ફાયદા
જામફળના પાન
ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ કુદરતી રીતે કંટ્રોલમાં કરવાનું કામ જામફળના પાન કરી શકે છે. આ પાનનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે સુતા પહેલા જામફળના પાનને ચાવીને ખાવાથી બ્લડ સુગર લેવલ મેન્ટેન રાખી શકાય છે. આ પાનને કોઈપણ સમયે ખાઈ શકાય છે પરંતુ રાત્રે ખાવાથી તેનાથી વધારે ફાયદો થાય છે.. રાત્રે જામફળનું પાન ખાવાથી આખી રાત દરમિયાન તે કામ કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
કેવા પાનનું કરવું સેવન ?
જામફળના એવા પાન પસંદ કરવા જે આકારમાં નાના હોય અને કૂણા હોય. એકદમ પાકેલા અને મોટા પાન ન લેવા. કાચા અને નાના ત્રણ પાન લઈને તેને પાણીથી સારી રીતે સાફ કરી એક એક પાનને ચાવીને ખાવાનું રાખવું. પાનને બરાબર ચાવવાથી જે રસ નીકળે તેને ગળે ઉતારવો અને પાનનો બાકીનો ભાગ થુંકી નાખવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)