Oil In Navel: રાત્રે નાભિમાં મુકો આ તેલના 2 ટીપાં, સવારથી જ શરીરમાં દેખાવા લાગશે આ ફાયદા
Oil In Navel: આયુર્વેદ અનુસાર રાત્રે નાભિમાં ઘી, સરસવનું તેલ, ઓલિવ ઓઇલ વગેરે મૂકી શકાય છે. પરંતુ સૌથી ઉત્તમ ઓલિવ ઓઇલ ગણાય છે. ઓલિવ ઓઇલ રાત્રે નાભિમાં લગાડવાથી સવારથી જ શરીરમાં અનોખા લાભ જોવા મળે છે. ચાલો તમને ઓલિવ ઓઇલ થી થતા ફાયદા વિશે જણાવીએ.
Trending Photos
Oil In Navel: આયુર્વેદમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી ગંભીર બીમારી પણ કુદરતી રીતે જ દવા વિના મટી શકે છે. આ ઉપાય કરવામાં એકદમ સરળ હોય છે પરંતુ તેનાથી શરીરના ફાયદા ગજબ ના થાય છે. આજે તમને આવો જ એક સરળ અને ખૂબ જ અસરકારક ઉપાય જણાવીએ. આ ઉપાય છે રોજ રાતે નાભિમાં તેલ લગાડવાનો. નાભિમાં રોજ રાત્રે તેલના બે ટીપા મૂકી દેવાથી દેવાથી હોઠ ફાટતા નથી અને હોઠ સોફ્ટ થઈ જાય છે. આ વાત તો તમે પણ જાણતા હશો પરંતુ જો તમે રાત્રે નાભીમાં ઓલિવ ઓઇલના બે ટીપા મૂકો છો તો તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે.
આયુર્વેદ અનુસાર રાત્રે નાભિમાં ઘી, સરસવનું તેલ, ઓલિવ ઓઇલ વગેરે મૂકી શકાય છે. પરંતુ સૌથી ઉત્તમ ઓલિવ ઓઇલ ગણાય છે. ઓલિવ ઓઇલ રાત્રે નાભિમાં લગાડવાથી સવારથી જ શરીરમાં અનોખા લાભ જોવા મળે છે. ચાલો તમને ઓલિવ ઓઇલ થી થતા ફાયદા વિશે જણાવીએ.
આ પણ વાંચો:
રાત્રે નાભિમાં બે ટીપા ઓલિવ ઓઇલ મૂકી દેવાથી ત્વચા અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ઓલિવ ઓઈલમાં વિટામિન ઈ હોય છે જે સ્કીન પર ચમક લાવે છે અને હોઠ ફાટવાની સમસ્યા પણ દૂર કરે છે. સાથે જ તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે. તો ચાલો તમને વિસ્તારથી જણાવીએ કે રોજ રાત્રે ઓલિવ ઓઇલ નાભિમાં મુકવાથી કયા ફાયદા બીજા જ દિવસથી શરીરમાં જોવા મળે છે.
સ્કિન પર આવશે ચમક
ઓલિવ ઓઈલ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે નાભિમાં તેને લગાડવાથી સ્કીન પર કુદરતી ચમક વધે છે તમારી સ્કિન પર ગ્લો તુરંત જ જોવા મળે છે.
ગેસની સમસ્યા દૂર થાય છે
બેઠાડું જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી હોય છે જો પેટ સંબંધિત આ સમસ્યા તમને પણ હોય તો નાભિમાં ઓલિવ ઓઈલ લગાડવું ફાયદાકારક સાબિત થઈ શકે છે તેનાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે.
હાર્ટ રહે છે હેલ્ધી
નાભિમાં ઓલિવ ઓઈલ લગાડવાથી હાર્ટ સંબંધિત સમસ્યાને પણ દૂર કરી શકાય છે તે એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણથી ભરપૂર હોય છે જે હાર્ટ ડીસીઝનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવા મટે છે
જે લોકોને સાંધામાં દુખાવો રહેતો હોય તેમણે નિયમિત રીતે નાભિમાં લગાડવું જોઈએ તેને લગાડવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે