Bad Cholesterol:જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો હાર્ટ એટેક જેવી ગંભીર અને જીવલેણ સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જામી જાય છે અને બ્લોકેજનું કારણ બને છે. તેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલનું ઉત્પાદન થાય છે જેમાં બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલનો સમાવેશ થાય છે. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધતું અટકાવવું હોય તો આ કામમાં તજ અને મધ મદદ કરી શકે છે.


આ પણ વાંચો: Health Tips: પોષકતત્વોનું પાવર હાઉસ છે કીવી, ખાવાથી તુરંત થાય છે આ 6 ફાયદા


આયુર્વેદમાં તજ અને મધનો ઉપયોગ ઔષધીય વસ્તુ તરીકે કરવામાં આવે છે. આ બંને વસ્તુ પાંચ દિવસમાં જ તમારા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાની શરૂઆત કરી દેશે. તજ અને મધનું સેવન કરવાથી અન્ય ગંભીર સ્થિતિઓમાં પણ ફાયદો થઇ શકે છે. પરંતુ સૌથી વધુ ફાયદો તો બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં થાય છે. 


બેડ કોલેસ્ટ્રોલથી મુક્તિ મેળવવા માટે તજના એક ટુકડાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે આ પાણીને સારી રીતે ઉકાળો. ત્યાર પછી પાણીને ગાળી લો અને તેમાં એક ચમચી મધ ઉમેરી આ પાણી પી જવું. નિયમિત રીતે તજ અને મધનું પાણી પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે. 


આ પણ વાંચો: હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણ, ઈગ્નોર કરશો તો ગુમાવશો જીવ


તજમાં એવા ગુણ હોય છે જે ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગમાં ફાયદો કરે છે. તજનો ઉપયોગ કરવાથી તંત્રિકા સંબંધિત વિકાર પણ ઘટે છે. તો સાથે જ મધમાં પણ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. મધમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક સમસ્યાઓમાં લાભ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)