પુરુષોના સ્વાસ્થ્ય માટે લવિંગ ફાયદાકારક હોય છે. લવિંગની અંદર પ્રોટીન, ફાઈબર, એનર્જી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, વિટામીન સી, વિટામીન બી, વિટામીન એ, વગેરે પોષકતત્વો હોય છે. જે ખુબ ઉપયોગી રહે છે. પરંતુ લવિંગના વધુ પડતા સેવનથી નુકસાન પણ થઈ શકે છે. આવામાં તેના નુકસાન વિશે જાણકારી હોવી જરૂરી છે. આજનો આ લેખ અમારો એ વિષય ઉપર છે કે જો પુરુષો જરૂરિયાત કરતા વધુ લવિંગનું સેવન કરે તો તેનાથી સ્વાસ્થ્યને શું ગેરફાયદા થઈ શકે છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરુષો માટે લવિંગનું વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે


- જો પુરુષો જરૂરિયાત કરતા વધુ લવિંગનું સેવન કરે તો તેનાથી તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન ઓછું થઈ શકે છે. અત્રે જણાવવાનું કે જ્યારે આ હોર્મોનની કમી થઈ જાય તો યૌન ક્ષમતા, ચહેરાના વાળ, મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સમસ્યા વગેરે થઈ શકે છે. આવામાં પુરુષોએ સીમિત માત્રામાં લવિંગનું સેવન કરવું જોઈએ. 


- વધુ પ્રમાણમાં લવિંગનું સેવન કરવામાં આવે તો પુરુષોના શરીરમાં ઝેરી પદાર્થો પેદા થઈ જાય છે. જેના કારણે સમસ્યા થાય છે. 


- લવિંગના સેવનથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે. પરંતુ જેમ કે પહેલા જણાવ્યું કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ગડબડીના કારણે પુરુષોને સમસ્યા થઈ શકે છે. આવામાં ડોક્ટરની સલાહ પર સીમિત માત્રાનું જ્ઞાન ચોક્કસપણે મેળવો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube