Side Effects Of Coconut water: ઉનાળાની ઋતુમાં લોકો લિક્વિડ ફૂડ વધારે લેવાનું પસંદ કરે છે. અન્ય લિક્વિડ ફૂડની સરખામણીમાં નાળિયેર પાણી સૌથી વધારે ફાયદાકારક અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં જે પોષક તત્વો હોય છે તે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે અને સાથે જ ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટ અને એનર્જેટિક રાખે છે. પરંતુ અઢળક ગુણ ધરાવતું નાળિયેર પાણી પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આજે તમને નાળિયેર પાણીથી થતા નુકસાન વિશે જણાવીએ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાળિયેર પાણી પીવાથી થતા નુકસાન


આ પણ વાંચો:


Low Blood Pressure ની સમસ્યા હોય તો ખાવાની શરુ કરો આ 4 વસ્તુઓ, બીપી રહેશે કંટ્રોલમાં


30 દિવસમાં વજન ઘટાડવું હોય તો નાળિયેર પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાનું શરુ કરો


Fenugreek Benefits: નિયમિત શેકેલી મેથી ખાવાથી શરીરને થાય છે આ 4 જબરદસ્ત ફાયદા


1. નાળિયેર પાણીના કેટલાક ગુણ શરીરને કેટલીક બીમારીમાં નુકસાન કરી શકે છે. જેમકે કિડનીની બીમારીથી પીડિત લોકોએ નાળિયેરનું સેવન કરવાથી બચવું જોઈએ કારણકે તેમાં રહેલું પોટેશિયમ કિડની ફિલ્ટર કરી શકતી નથી. 


2. જો તમને સીસ્ટિક ફાઇબ્રોસીસ છે તો તમારે નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે પોટેશિયમ વધારે હોવાથી કિડની સારી રીતે તેને ફિલ્ટર કરી શકતી નથી અને સમસ્યા વધી શકે છે. 


3. જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય તેમણે પણ નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. બ્લડ પ્રેશર ના દર્દીએ ડોક્ટરની સલાહ લીધા પછી જ નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ.


4. જો તમારી સર્જરી ટૂંક સમયમાં જ થવાની હોય ત્યારે પણ તમારે નાળિયેર પાણીથી દૂર રહેવું જોઈએ. 


5. નાળિયેર પાણીનું વધારે પડતું સેવન કરવાથી હૃદયના દર્દીઓએ બચવું જોઈએ. વધારે નાળિયેર પાણી પીવાથી કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)