સવારે પેટ સાફ નથી આવતું ? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, સવારે પેટ થઈ જશે હળવું
Home Remedies for Constipation: મોટાભાગના લોકોને સવારે પેટ સાફ ન આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય અને સવારે બરાબર પેટ સાફ ન આવતું હોય તેઓ આ ઘરગથ્થુ ઈલાજ કરીને કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકે છે.
Home Remedies for Constipation: બદલતી લાઈફ સ્ટાઈલ અને આહાર ની આદતો સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. તેમાં પણ સૌથી વધારે અસર પેટ અને પાચન પર જોવા મળે છે. પેટની સૌથી વધુ થતી સમસ્યાઓમાં કબજિયાત, ગેસ, પેટ ફૂલી જવું જેવી તકલીફોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકોને સવારે પેટ સાફ ન આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય અને સવારે બરાબર પેટ સાફ ન આવતું હોય તેઓ આ ઘરગથ્થુ ઈલાજ કરીને કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકે છે.
ક્યારે થાય છે કબજિયાતની સમસ્યા ?
આ પણ વાંચો:
વાયરલ ફ્લૂ અને કોવિડના લક્ષણોથી રાહત આપશે આ 6 દેશી ઉપાય
ઉનાળામાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું કેટલું યોગ્ય ? જાણો શું કહે છે આયુર્વેદ
Milk benefits: મધ અને તજવાળું દૂધ પીવાનું રાખો રોજ, નહીં પડો વારંવાર બીમાર
1. રોજના આહારમાં જો પૂરતા પ્રમાણમાં ફાઇબર લેવામાં ન આવે અથવા તો દૂધ, મીટ કે ચીઝનું વધારે સેવન કરવામાં આવે તો કબજિયાત થઈ શકે છે.
2. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીતા લોકોને પણ ડીહાઇડ્રેશન થાય છે અને તેના કારણે કબજિયાત પણ થાય છે.
3. એક્સરસાઇઝ ન કરવી અને દિવસભર એક જ જગ્યા પર કલાકો સુધી બેસવાના કારણે પણ કબજિયાતની તકલીફ થઈ શકે છે.
કબજિયાત મટાડવા અજમાવો આ ઘરેલું ઉપાય
ફાઇબર યુક્ત વસ્તુઓનું કરો સેવન
પૂરતાં પ્રમાણમાં ફાઇબર લેવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. તેનાથી સ્ટૂલ પાસ કરવામાં પણ સરળતા રહે છે. ફાઇબર માટે દિવસ દરમિયાન આખા અનાજ, ફળ, શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
અજમાથી દૂર થશે કબજીયાત
કબજિયાતની તકલીફ મટાડવા માટે અજમા ઉપયોગી છે. કબજિયાત રહેતી હોય તેવા લોકોએ ધીમા તાપ ઉપર અજમાને શેકી અને તેનો પાવડર કરી લેવો તેમાં સંચળ ઉમેરીને રોજ અડધી ચમચી આ ચૂર્ણ હુંફાળા પાણી સાથે પી લેવું.
પૂરતા પ્રમાણમાં પાણી
ડીહાઇડ્રેશન ના કારણે પણ કબજિયાત રહેતી હોય છે તેથી સુનિશ્ચિત કરો કે તમે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો. દિવસ દરમિયાન તમે નાળિયેર પાણી, લીંબુ પાણી જેવા તરલ પદાર્થને પણ પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. કબજિયાત મટાડવી હોય તો રોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)