Constipation Solution: ખાવાપીવાની ખોટી આદતો અને એક્ટિવિટીના અભાવને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જ્યાં પહેલા મોટી ઉંમરના લોકો તેના વિશે વધુ ફરિયાદ કરતા હતા, હવે યુવાનો પણ તેનાથી પરેશાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબજિયાત પાચન સાથે જોડાયેલી સમસ્યા છે, જેમાં મળ ખૂબ જ સખત થઈ જાય છે, જેના કારણે પેટ યોગ્ય રીતે ખાલી નથી થઈ શકતું. આવી સ્થિતિમાં, ઘણી વખત લોકો કલાકો સુધી ટોઇલેટમાં બેસી રહે છે, જે ખૂબ જ પીડાદાયક અનુભવ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ પેટ સાફ ન રહેવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે અહીં જણાવેલા ઉપાય અજમાવી શકો છો- 


હૂંફાળા પાણી સાથે એલોવેરાનો રસ પીવો


સવારે ઉઠીને સૌથી પહેલા પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે. કબજિયાતની આવી સ્થિતિમાં, 1 ચમચી એલોવેરાનો રસ નવશેકા પાણી સાથે પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.


તમારા આહારમાં ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો


ફાઈબર યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે અને આંતરડાને ખાલી કરવામાં મદદરૂપ છે. ફળો, શાકભાજી અને આખા અનાજ જેવા ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ આંતરડામાં સ્થિરતા જાળવી રાખે છે અને બધું ઝડપથી બહાર આવે છે.


ત્રિફળા લો  


ત્રિફળા એક પ્રાચીન આયુર્વેદિક દવા છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જાણીતી છે. તે આંતરડાને સાફ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. આવી સ્થિતિમાં ત્રિફળાનું નિયમિત સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને આંતરડાની ગતિમાં સુધારો થાય છે.


ઈન્ડિયન ટોયલેટ યૂઝ કરો


ઈન્ડિયન ટોયલેટ પર બેસવાની રીત પેટને ઝડપથી ખાલી કરવામાં મદદ કરે છે. આનાથી આંતરડામાં સંકોચન વધે છે, જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. 


ચા અથવા કોફી પીવો


ચા અને કોફી પણ સવારે પેટને ઝડપથી ખાલી કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં રહેલું કેફીન આંતરડામાં દબાણ વધારે છે, જેના કારણે લાંબા સમય સુધી ટોયલેટમાં બેસવાની જરૂર નથી પડતી.