Sattu Powder Health Benefits: ઉનાળામાં સત્તુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. સત્તુમાં પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે જેનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. સતુને ચણામાંથી બનાવવામાં આવે છે જેમાં 22 ટકા પ્રોટીન અને 22% થી વધુ ડાયેટરી ફાઇબર હોય છે. તેને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો અને તેનો સ્વાદ પણ સારો હોય છે. સત્તુમાંથી શરીરને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને લૂ લાગવાનું જોખમ પણ ઘટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિહાઇડ્રેશન
સત્તુ પોષક તત્વોનો ભંડાર હોય છે અને તેની તાસિર ઠંડી હોય છે જેના કારણે ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી ડીહાઇડ્રેશનની સમસ્યા થતી નથી. ઉનાળામાં તમે સત્તુનું શરબત બનાવીને પી શકો છો તેનાથી પેટને ઠંડક મળે છે.


આ પણ વાંચો: 


આ નેચરલ વસ્તુઓથી પણ કંટ્રોલ થઈ શકે છે બ્લડ સુગર, નિષ્ણાંતોની આ હેલ્થ ટિપ્સ છે જોરદાર


શું તમને પણ વારંવાર થાય છે એસિડિટી અને ગેસની તકલીફ ? તો સવારે અને સાંજે ન કરો આ ભુલ


માસિક સમયે થાય છે અસહ્ય દુખાવો? તો આ 4 વસ્તુનું સેવન કરવાનું રાખો, નહીં ખાવી પડે દવા


એનર્જી વધે છે


શરીરમાં ઉર્જાનો અભાવ હોય તો સત્તુનું સેવન કરવું જોઈએ. સતુનું શરબત પીવાથી એનર્જી બુસ્ટ થાય છે અને શરીરને જરૂરી મિનરલ્સ મળે છે. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે.


સ્થૂળતા દૂર કરે છે


સત્તુ ચરબી ઓછી કરવામાં પણ મદદ કરે છે. સત્તુમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. વજન ઓછું કરવું હોય તો તમે સત્તુનું શરબત અથવા તો સત્તુના પરાઠા ખાઈ શકો છો. 


કબજિયાત


ગરમીના દિવસોમાં ઘણા લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે. આ તકલીફમાં પણ સત્તુ રાહત આપી શકે છે. ઉનાળાના દિવસોમાં સત્તુને તમારી ડાયટમાં સામેલ કરશો તો કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)