આ નેચરલ વસ્તુઓથી પણ કંટ્રોલ થઈ શકે છે બ્લડ સુગર, નિષ્ણાંતોની આ હેલ્થ ટિપ્સ છે જોરદાર
How To Control Blood Sugar : ડાયાબિટીસના દર્દીઓએ આ કારણથી જ નિયમિત દવા પણ ખાવી પડે છે. તેમ છતાં જ્યારે ખોરાક પર ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બ્લડ સુગર લેવલ વધી જાય છે. આવી સ્થિતિમાં ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.
Trending Photos
How To Control Blood Sugar : જે લોકોને ડાયાબિટીસ હોય તેમનું બ્લડ સુગર લેવલ જો અચાનક વધી જાય તો તે તેમના માટે સમસ્યાનું કારણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર સ્તરને કંટ્રોલમાં રાખવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ આ કારણથી જ નિયમિત દવા પણ ખાવી પડે છે. તેમ છતાં જ્યારે ખોરાક પર ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બ્લડ સુગર લેવલ વધી જાય છે. આવી સ્થિતિમાં ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ઠાંતો જણાવે છે કે દવા લેવાની સાથે ડાયાબિટીસના દર્દીઓએ કેટલીક નેચરલ પદ્ધતિ પણ અપનાવી જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
આ પણ વાંચો:
પૂરતા પ્રમાણમાં પાણી પીવું
પર્યાપ્ત માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો તમારું શરીર હાઈડ્રેટ રહે છે તો તેનાથી શરીરનું વધારાનું ગ્લુકોઝ અને ટક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી જાય છે.
યોગ્ય ફૂડની પસંદગી કરો
બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું હોય તો આખા અનાજની પસંદગી કરવી. આ સિવાય એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય. જે વસ્તુનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય તેનું સેવન કરવાથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
રૂટીન ફોલો કરો
ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મહત્વનું હોય છે એક રૂટીન ફોલો કરવું. ખાવા પીવાનું નિયમિત રાખવું જોઈએ અને હેલ્ધી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. ભોજન શૈલી નિયમિત અને હેલ્ધી રાખવાથી બ્લડ સુગરને કંટ્રોલમાં કરી શકાય છે.
એક્સરસાઇઝ કરો
નિયમિત રીતે વ્યાયામ કરવું તે પણ ખૂબ જરૂરી છે. બ્લડ શુગરની કંટ્રોલમાં રાખવું હોય તો દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ યોગ અથવા તો વ્યાયામ કરવું જોઈએ.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આના ઉપયોગ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. zee24kalak કલાક આની પુષ્ટી નથી કરતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે