Foods for Cholesterol: શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. સારા કોલેસ્ટ્રોલથી શરીરનું મેટાબોલિઝ્મ સારૂ રહે છે. સાથે ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે. તો હાઈ કોલેસ્ટ્રોલ ગંભીર બીમારીઓ પેદા કરી શકે છે. કોલેસ્ટ્રોલ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ ઉંમરની વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. ખરાબ ખાનપાન અને બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આ સમસ્યા વધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરી બહારનું ભોજન કરવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના વધી જાય છે. કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે, પરંતુ તેનું વધવુ હાર્ટ એટેકથી લઈને કોલેસ્ટ્રોલનો ખતરો વધારી શકે છે. તેવામાં કેટલીક હેલ્ધી વસ્તુનું સેવન કરી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે.


આ 5 હેલ્ધી વસ્તુનું કરો સેવન
ઓટ્સ

ઓટ્સ દ્રાવ્ય ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને એચડીએલને વધારવામાં મદદ કરે છે. તેમાં ગ્લૂકોનની માત્રા વધુ હોય છે, જેનાથી આંતરડાની સફાઈ થાય છે. જેથી પાચનતંત્ર ઠીક રહે છે.


એવોકેડો
એવોકાડો હેલ્થી ફેટ, ફાઇબર અને વિટામિન-ઈનો એક રિસ સોર્સ છે. આ બધા પોષક તત્વો HDL કોલેસ્ટ્રોલને વધારવા અને હાર્ટના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 


નટ્સ
બદામ, અખરોટ, અળસી અને ચિયા સિડ્સ જેવા નટ્સ અને બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. 


ફળ અને શાકભાજી
ફળ અને શાકભાજી ફાઈબર, વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.


આંબળા
આંબળા ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને બાંધી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે તે તણાવ ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે.


ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.