High Cholesterol: જો આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેનાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા પાછળ આપણી ખાવા પીવાની આદતો અને જીવનશૈલી જવાબદાર હોઈ શકે છે. જો તમારા શરીરની નસોમાં વધારે બેડ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે અને તમારે કોઈ જોખમ ઊભું થાય તે પહેલા તેનાથી મુક્તિ મેળવવી છે તો તમારા તમે આહારમાં ફેરફાર કરીને આ કામ કરી શકો છો. એવા કેટલાક શાકભાજી છે જેને ખાવાનું શરૂ કરવાથી એક અઠવાડિયામાં જ તમને સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Aloe Vera: શિયાળામાં રોજ પીવું આ ફ્રેશ જ્યૂસ, નહીં પડો વારંવાર બીમાર


આ શાકભાજી ઝડપથી ઘટાડશે બેડ કોલેસ્ટ્રોલ


ડુંગળી
રોજનું ભોજન ડુંગળી વગર અધૂરું લાગે છે. જો કે તેને ખાવાની સૌથી સારી રીત છે તેને સલાડ તરીકે કાચી ખાવી. ડુંગળીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે.


ભીંડા
ભીંડા નાના-મોટા સૌના પ્રિય હોય છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો નસોમાં જામેલુ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સરળતા રહેશે. તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.  


આ પણ વાંચો: Health Tips: સવારે પેટ સાફ નથી આવતું ? આ ડ્રાયફ્રુટસ ખાવાથી કબજિયાતથી મળશે મુક્તિ


રીંગણ


કદાચ બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે રીંગણ આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તે હાઈ ફાઇબર અને ઓછી કેલરી ધરાવતું શાક છે, જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.


લસણ
લસણનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. તે ભોજનનો સ્વાદ વધારે છે. ઘણા લોકોને તેની ગંધ પસંદ ન હોવા છતાં, તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક છે. તેમાં એન્ટિ-હાયપરલિપિડેમિયા ગુણો જોવા મળે છે, જેની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.


આ પણ વાંચો: Warm Water: બદલતા વાતાવરણમાં અમૃત સાબિત થશે હુંફાળું પાણી, આ સમયે પીવું સૌથી બેસ્ટ



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)