Uric Acid: જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે તો તેના કારણે ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. યુરિક એસિડ વધી જવાથી સૌથી મોટી સમસ્યા સાંધામાં થાય છે. યુરિક એસિડના કારણે સાંધામાં અસહ્ય દુખાવો રહે છે અને હલનચલન પણ મુશ્કેલ થઈ જાય છે. જે લોકોને યુરિક એસિડ કાયમી વધારે રહેતું હોય તેમને સાંધામાં પણ દુખાવો રહેતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને યુરિક એસિડની સમસ્યાને દૂર કરતી કેટલીક આયુર્વેદિક વસ્તુઓ વિશે જણાવીએ. જો તમે આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરશો તો દવા વિના જ યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે અને સાંધાના દુખાવા પણ મટી જશે. 


યુરિક એસિડ દૂર કરતી જડીબુટ્ટી


આ પણ વાંચો: હાર્ટ એટેકથી બચાવશે ઘરના રસોડામાં રહેલી આ 3 આયુર્વેદિક ઔષધી, જાણો કયા સમયે ખાવી


ત્રિફળા - ત્રિફળા એવું ચૂર્ણ છે જે આપણા શરીરના વાત, પિત્ત અને કફ દોષને શાંત કરે છે. આ ચૂર્ણ શરીરમાં જામેલા યુરિક એસિડને શરીરમાંથી બહાર કરે છે. પીપળાનું સેવન કરવા માટે સવારે ખાલી પેટ એક ગ્લાસ હૂંફાળા પાણી સાથે એક ચમચી ત્રિફળા લેવું. 


લીમડો - કડવા લીમડાના પણ ઘણા ફાયદા છે. કડવો લીમડો એન્ટિઓક્સીડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તો શરીરના સોજા દૂર કરે છે સાથે જ યુરિક એસિડને કંટ્રોલ કરે છે. તમે લીમડાના પાનનો ઉકાળો બનાવીને પણ પી શકો છો અને લીમડાના પાનની પેસ્ટ બનાવી સાંધા પર લગાડી પણ શકો છો.


આ પણ વાંચો: આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન


પથ્થર ચટ્ટાના પાન - પથ્થર ચટ્ટાના પાન જેને ખાટખટુંબો પણ કહેવાય છે તે પણ યુરિક એસિડમાં ફાયદાકારક સાબિત થાય છે. આપણા સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા પણ કરે છે. આ પાનની ચટણી બનાવીને પણ ખાઈ શકાય છે અને તેને પાણીમાં ઉકાળી તેનો કાઢો બનાવીને પણ પી શકાય છે. તેનાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.


આ પણ વાંચો: આ બ્લડ ટેસ્ટ પરથી 6 મહિના પહેલા જાણી શકાશે હાર્ટ એકેટ આવવાનું જોખમ છે કે નહીં..


ગિલોય - ગિલોયને સંસ્કૃતમાં અમૃતા કહેવાય છે. કારણ કે તે શરીર માટે ખરેખર અમૃત સમાન વનસ્પતિ છે. તાવથી લઈને યુરિક એસિડ ની સમસ્યાને પણ ગિલોય દૂર કરી શકે છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવા મટે છે. તેનું સેવન કરવાથી શરીરમાં જામેલું એક્સ્ટ્રા યુરિક એસિડ બહાર નીકળી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)