Lime Water: આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન

Lime Water Side Effects: લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ડિટોક્ષ વોટર તરીકે લીંબુ પાણીને સવારે ખાલી પેટ પણ પીતા હોય છે. લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુ પાણી નાના-મોટા સૌ કોઈ પી શકે છે. બસ આ 5 સમસ્યા જે લોકોને હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

Lime Water: આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન

Lime Water Side Effects: ઉનાળાની શરૂઆત થાય એટલે લીંબુ પાણીનો ઉપયોગ વધી જાય છે. ગરમીમાં બહાર જવાનું થાય તો લોકો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે આ સિવાય ઘરમાં પણ લીંબુ પાણીનો ઉપયોગ વધી જાય છે. લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ડિટોક્ષ વોટર તરીકે લીંબુ પાણીને સવારે ખાલી પેટ પણ પીતા હોય છે. લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુ પાણી નાના-મોટા સૌ કોઈ પી શકે છે. બસ આ 5 સમસ્યા જે લોકોને હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

આ 5 સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો જો લીંબુ પાણીનું સેવન કરે છે તો તેમને ફાયદો થવાને બદલે ગંભીર નુકસાન થઈ શકે છે. જો તમે પણ આ પાંચમાંથી કોઈ એક પણ સમસ્યા ધરાવવો છો તો આ ગરમીની સિઝનમાં લીંબુ પાણી પીવાનું ટાળજો. 

આ લોકોએ ન પીવું લીંબુ પાણી

એસીડીટી

જે લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન હોય તેમણે વધારે માત્રામાં લીંબુનું પાણી પીવું નહીં. લીંબુ પાણીમાં સિટ્રિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં એસિડિટી વધારી શકે છે. જો તમને પહેલાથી જ એસિડિટી હોય અને તમે લીંબુ પાણી પીવો તો તકલીફ ગંભીર થઈ જાય છે. 

દાંતની તકલીફ

જે લોકોને દાંતની તકલીફ હોય એટલે કે કોઈપણ પ્રકારનો ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલું એસિડ દાંતના ઈનેમલને ખરાબ કરે છે. સાથે જ દાંતની સંવેદનશીલતાની સમસ્યા પણ વધી જાય છે. જો ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ લીંબુ પાણીનું સેવન કરવું.

હાડકાની સમસ્યા

જે લોકો હાડકા સંબંધિત સમસ્યા ધરાવે છે તેમણે પણ લીંબુ પાણી પીવું નહીં. વધારે માત્રામાં લીંબુ પાણી પીવાથી હાડકાને નુકસાન થાય છે. લીંબુમાં રહેલા એસિડના કારણે હાડકામાં રહેલા કેલ્શિયમનું ઝડપથી ધોવાણ થઈ જાય છે. એટલે કે કેલ્શિયમ પેશાબ માટે બહાર નીકળવા લાગે છે જેના કારણે હાડકા અંદરથી નબળા પડી જાય છે. 

કિડનીની બીમારી

કિડની બીમારી હોય તે લોકો માટે પણ લીંબુ પાણી જોખમી છે. લીંબુ પાણી પીવાથી કિડની પર વધારે પ્રેશર આવે છે જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. જે લોકો કિડની સંબંધીત સમસ્યાથી પીડિત છે તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

હાર્ટબર્ન

જે લોકોને છાતીમાં બળતરા રહેતી હોય તેમણે પણ લીંબુ પાણી પીવાનું ટાળવું. લીંબુ પાણી પીવાથી શરીરમાં પેપ્સીન નામનું એન્જાઈન સક્રિય થઈ જાય છે જો રોજ લીંબુ પાણી પીવામાં આવે તો છાતીમાં બળતરાની સમસ્યા વધી જાય છે અને અલ્સર પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news