Corona ના લક્ષણો જણાય તો આ ઔષધિઓ કરશે ઈલાજ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધારે સમય થઈ ચુક્યો છે. જોકે, એક વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. અને આ વખતે કોરોના વધુ ઘાતક બનીને સામે આવ્યો છે. ત્યારે સૌ કોઈ આ મહામારીથી બચવાના ઉપાય શોધી રહ્યાં છે.
નવી દિલ્લીઃ એક વર્ષ બાદ પણ ફરી એકવાર કોરોનાને કારણે ડરનો માહોલ ઉભો થયો છે. ફરી એકવાર કફર્યૂ અને લોકડાઉન જેવા શબ્દો ભયભીત કરી રહ્યાં છે. આ સ્થિતિ સામે લડવા માટે તમારે તમારી ઈમ્યૂનીટી વધારવાની જરૂર છે. આયુર્વેદમાં ઘણી એવી ઔષધિઓ છે જેનો ઉપયોગ કરીને તમે કોરોના જેવી મહામારી સામે લડી શકો છો. કોરોનાના લક્ષણો દેખાય તો આ ઔષધિઓનો ઉપયોગ કરીને તમે તેની સામે રક્ષણ મેળવી શકો છો.
કોરોનાના નવા સ્ટ્રેને દુનિયાભરને ફરી એકવાર ચિંતામાં મુકી દીધી છે. કોરોના સામે લડવા માટે હવે તમારે તમારી ખાણી-પીણીમાં એવી વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ જેનાથી તમારામાં રહેલી રોગપ્રતિકારક શક્તિ એટલેકે, ઈમ્યૂનીટીમાં વધારો થાય. કારણકે, જો તમારી ઈમ્યૂનીટી સિસ્ટમ સારી હશે તો આ કોરોના પણ તમારું કંઈ નહીં બદગાડી શકે. કોરોનાનો આ વાયરસ એવા લોકોને જ વધારે નુકસાન પહોંચાડે છે જે શરીરે નબળા હોય, કોઈ રોગ કે બીમારીથી પીડાતા હોય, જેમની ઈમ્યૂનીટી ખુબ જ ઓછી હોય.
સામાન્ય રીતે કોરોનામાં શરદી, ખાંસી, કફ, તાવ, માથું દુઃખવું, ઝાડા થવા અને શરીરમાં દુખાવા થવા જેવી સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે તમારે આયુર્વેદમાં સુચવેલાં કેટલાં ઉપચાર કરવાની જરૂર છે.
1) ઉંટકટેરાથી થશે ખાંસીનો ઈલાજ
સામાન્ય રીતે આપણાં ખેતરોની આસ-પાસ એક કાંટાળું ખાસ ઉગતું હોય છે. તેના ફૂલોની ચારેય તરફ લાંબા કાંટા હોય છે. જેને ઉંટકટેરા કહેવાય છે. જેવું વનસ્પતિક નામ ઈકીનોપ્સ ઈકિનેટસ છે. જેના મૂળની છાલનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે.
2) પુનર્નવાના ઘાસથી થશે તાવનો ઈલાજ
પુર્નનવાનના મૂળને દૂધમાં ઉકાળીને પીવાથી તાવમાં તુરંત આરામ મળે છે. લીવરની સમસ્યાઓમાં પણ આ ઔષધિ અકસીર માનવામાં આવે છે. પુર્નનવાને સામાન્ય રીતે યુવાન રહેવાની જડીબુટ્ટી કહેવામાં આવે છે. વનસ્પતિ વિજ્ઞાનમાં તેને બોરહાવિયા ડિફ્યૂસા કહેવામાં આવે છે. તેના તાજા મૂળિયાના રસનું દૂધ સાથે બે ચમચી જેટલું સેવન ત્રણ મહિના સુધી કરવામાં આવે તો તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર થશે.
3) દ્રોણપુષ્પી (ગુમ્મા) થી દૂર થશે ખાંસી અને સરદર્દ
પાણી અને નમી વાળી જગ્યાઓ પર ઉગતા ઘાસને દ્રોણ પુષ્પી કહેવામાં આવે છે. જેને વનસ્પતિ વિજ્ઞાનની ભાષામાં લ્યૂકાસ એસ્પેરા કહેવામાં આવે છે. તેના પત્તાને પીસીને તેનો રસ પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. માથાનો દુખાવો પણ આ જોકે, અકસીર ઈલાજથી દૂર થાય છે. કોરોનાના લક્ષણોમાં આ ઔષધિથી આરામ મળે છે.
4) દુબ ઘાસથી વધે છે ઈમ્યુનિટી
દુબ ઘાસ એક એવા પ્રકારનું ઘાસ છે જેનો પુજા-પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ ઘાસ આરોગ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. તેને સાયનાડોન ડેક્ટીલોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘાસમાં વીટામીન એ અને વીટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
5) અતિબલાથી બનો ઉર્જાવાન
સામાન્ય લાગતું આ ઘાસ જેને અતિબલા કહેવામાં આવે છે. જે ખુબ જ અસાધારણ છે. તેની છાલ, તેના પત્તા, તેના ફૂલ અને તેનું મૂળ બધું જ ગુણકારી છે. એનું વનસ્પતિક નામ એબ્યુટિલોન ઈંડીકમ કહેવામાં આવે છે. મોટોભાગે આ પ્રકારનું ઘાસ દક્ષિણ આફ્રિકામાં વધારે જોવા મળે છે. તેના ઉપયોગથી તાવ દુર થઈ શકે છે. આ ઔષધિના ઉપયોગથી શરીર ઉર્જાવાન બની જાય છે.
6) તુલસી છે અનેક બીમારીઓની દવા
આપણાં શાસ્ત્રોમાં પણ તુલસીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીની આપણાં ત્યાં પૂજા કરવામાં આવે છે. તુલસીના પત્તાનું સેવન કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. એજ કારણ છેકે, ભગવાનની પ્રસાદીમાં પણ તુલસીના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના પત્તાની કાચા ચાવીને ખાવાથી પણ અનેક બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે. ચા માં પણ તમે તુલસીના પત્તા નાંખીને તુલસી વાળી ચા પી શકો છે. આનાથી તમારા શરીરમાં ગજબની એનર્જી આવી જશે અને અનેક તકલીફો દૂર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube