નવી દિલ્હી: એક ચીની બસમાં કોરોના વાયરસના હવામાં ટ્રાંસમિશન (Airborne Transmission)ને લઇને કરવામાં આવેલા રિસર્ચ (Research)માં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આ રિસર્ચમાં COVID-19ના એવા હવાઇ પ્રસારણને શોધી કાઢ્યું છે જેમાં બસમાં બેઠલ એક વ્યક્તિ કોરોના સંક્રમિત હતો અને તે બસમાં બેઠેલા બે ડઝનથી વધુ લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ હતો. આ રિસર્ચ મંગળવારે પ્રકાશિત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિસર્ચ વાયરસને લઇને નવા પુરાવા રજૂ કરે છે, જેના વિશે દરરોજ નવી જાણકારી સામે આવે છે. 


2 મીટર બાદ પણ ટ્રાંસમિશનમાં સક્ષમ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ તે લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ હતો જે તેના સંપર્કની સીધી રેખામાં પણ ન હતા. 


મહામારી (Pandemic)ની શરૂઆતમાં, સ્વાસ્થ્ય અધિકારીઓને વિશ્વાસ ન હતો કે વાયરસ હવાઇ હતો, એટલે કે આ વાયરસ હવા દ્વારા સંક્રમક સૂક્ષ્મ બૂંદોને ટ્રાંસમીટ કરી શકે છે. પરંતુ જેમ જેમ પુરાવા સામે આવતા રહ્યા. વૈજ્ઞાનિકોએ પણ પોતાની વાતથી દૂર હટવું પડ્યું. 


અમેરિકી મેડિકલ જર્નલ JAMA ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં ચીની શહેર Ningbo માં એક બૌદ્ધ સમારોહમાં ભાગ લેવા બસમાં જઇ રહેલા મુસાફરોને ફક્ત 50 મિનિટની યાત્રા કરવાની હતી અને બે બસોમાં સવાર હતા. આ સાર્વજનિક સ્થળો પર માસ્ક અનિવાર્ય કર્યું તે પહેલાંની ઘટના છે.  


એક રોગીએ ફેલાવ્યો કોરોના
રિસર્ચકર્તાઓના અનુસાર કોવિડ 19 સંક્રમિત એક રોગીએ બસમાં આ વાયરસ ફેલાવ્યો. આ સમય હતો, જ્યારે કોરોના વાયરસ પોતાના શરૂઆતી તબકકામાં હતો. પછી તે રોગી વુહાનના લોકોના સંપર્કમાં આવ્યો, જ્યાં વાયરસે પહેલીવાર 2019માં પોતાનો પ્રક્રોપ બતાવ્યો હતો. 


જ્યારે વૈજ્ઞાનિકોએ આ ઘટના વિશે તપાસ કરી અને બસમાં હાજર દરેક વ્યક્તિને શોધ્યા તો ચોંકાવનારી વાત સામે આવી. તેમને જાણવા મળ્યું કે બસમાં બેઠેલા 68 માંથી 23 લોકો વાયરસથી સંક્રમિત હતા. 


ઉલ્લેખનીય છે કે વાયરસ તે લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ હતો જે રોગીથી 1-2 મીટર (3-6)થી વધુ દૂર હતા. જ્યારે તેને વાયરસના ફેલાતા રોકવા માટે મેક્સિમમ પેરામીટર ગણવામાં આવે છે. એટલે કે જે લોકો બસમાં બિલકુલ આગળ અને પાછળ બેઠ્યા હતા તે પણ તેનાથી સંક્રમિત થઇ ગયા. આ ઉપરાંત જે એક યાત્રીએ તમામમાં સંક્રમણ ફેલાવ્યું તેમાં બસમાં બેસી રહેતી વખતે વાયરસના લક્ષણ જોવા મળ્યા ન હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube