ઘરમાં છે લીંબુ, તો તમારાથી પણ દૂર ભાગશે કોરોના વાયરસ
કોરોના વાયરસ (Corona Virus)થી હવે તમારે ડરવાની જરૂર નથી. હાથ ધોવા માચટે જો તમારી પાસે સાબુ અથવા સેનિટાઈઝર નથી તો પણ આ જીવલેણ વાયરસ તમારી નજીક આવી શકશે નહીં. માત્ર તમારે આ સરળ કામ કરવાનું છે
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)થી હવે તમારે ડરવાની જરૂર નથી. હાથ ધોવા માચટે જો તમારી પાસે સાબુ અથવા સેનિટાઈઝર નથી તો પણ આ જીવલેણ વાયરસ તમારી નજીક આવી શકશે નહીં. માત્ર તમારે આ સરળ કામ કરવાનું છે. ઘરમાં તમારે લીંબુ રાખવાના છે. જી હાં, સાંભળની તમને આશ્ચર્યજનક લાગશે પરંતુ એક લીંબુ તમને આ જીવલેણ વાયરસથી બચાવી શકે છે.
બિન્દાસ વેચાઈ રહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝરને આવી રીતે ઓળખજો...
ડોક્ટર પણ માને છે લીંબુ અને રાખને સૌથી સુરક્ષિત
પૂર્વ રાષ્ટ્રપતિના ચિકિત્સક અને દેશના જાણિતા ડોક્ટર મોહનસિન વલીનું કહેવું છે કે, હાથ ધોવા માટે જો તમે લીંબુનો ઉપયોગ કરો છો તો વાયરસ તમારી નજીક પણ આવી શકશે નહીં. ભારતમાં હાથ ધોવા માટે લીંબુનો ઉપયોગ પ્રાચિન સમયથી કરવામાં આવી રહ્યો છે. વડીલો ભોજન પહેલા અથવા શૌચ બાદ ઘરમાં લીંબુથી હાથ સાફ કરતા હતા. ડો. વલીએ વધુમાં જણાવ્યું કે હાથ ધોવા માટે આ પારંપરિક વસ્તુનો ઉપયોગથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે.
મોંઘા સેનિટાઈઝર પાછળ ન દોડો...કોરોના વાઈરસ સામે લડવામાં આ વસ્તુ છે એકદમ કારગર
ભારતીય પરિવારો માટે વરદાન છે લીંબુ
આ મામલે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસ ફેલાયા બાદ અચાનક માર્કેટમાં સેનિટાઈઝરની અછત જોવા મળી રહી છે. પંરતુ હજુ પણ સામાન્ય લોકો નથી સમજી રહ્યાં કે કોરોના વાયરસથી બચવા માટે હાથ ધોવા મહત્વનું છે, સેનિટાઈઝર અથવા સાબુ નહીં. આ કારણ છે કે મોટાભાગના ડોક્ટર વારંવાર હાથ ધોવાની સલાહ આપી રહ્યાં છે. એવામાં ગામડાઓમાં જ્યાં સેનિટાઈઝર મળી શકતું નથી. એવામાં તમે લીંબુનો રસ હાથમાં લગાવી હાથ સાફ કરી શકો છો. હાથને સાફ રાખવા માટે આ એક સચોટ ઉપયા છે.
શું દારૂના સેવનથી મરે છે કોરોના વાયરસ? WHO એ કર્યો આ ખુલાસો
એન્ટી માઇક્રોબાયલ છે લીંબુ
2017માં થયેલા એક શંસોધન અનુસાર બેક્ટેરિયાને મારવામાં લીંબુ ઘણું પ્રભાવશાળી છે. ધ જનરલ ઓફ ફંક્શનલ ફૂડ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ઈકોલાઈ જેવી મહામારીથી રક્ષણ મેળવવા માટે લીંબુનો રસ ઘણો પ્રભાવી રહ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો કોઇ પણ સંક્રમણ દરમિયા તમે સેનિટાઇઝર અથવા સાબુ ના મળે તો તમે લીંબુના રસથી હાથ ધોઈ બીમારીઓથી બચી શકો છો.
તમારા કામની વાત: કોરોનાથી બચવા માટે કયું હેન્ડ સેનિટાઇઝર ખરીદવું ફાયદારક
આ રીતે કરો લીંબુથી હાથ સાફ
જાણકારોનું કહેવું છે કે, હાથ સાફ કરવા માટે સૌથી પહેલા લીંબુના રસને હથેળીમાં કાઢો. રસને બંને હાથ પર સારી રીતે લગાવી દો. ત્યારબાદ બંને હાથને સાફ પાણીથી સારી રીતે ધોઈ નાખો.