નવી દિલ્હીઃ દહીં શરીરને તરોતાજા રાખવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને જે લોકોને હાર્ટને લગતી બિમારીઓ હોય છે, ડોકટરો તેમને દહીં ખાવાની સલાહ આપે છે, કારણ કે આવા લોકો માટે દહીંનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે દહીંનું સેવન પાચન પ્રણાલીને યોગ્ય રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ જો આપણે દહીંમાં ભળતી કેટલીક ચીજોનો ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કેટલાંક લોકોને દહીં ખાવાથી એસીડિટી પણ થઈ જતી હોય છે. તો એવા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વસ્તુની સાથે કરો દહીંનું સેવન-
1- દહીં અને જીરુ
જો તમારું વજન વધ્યું છે અને તમે તેને ઓછું કરવા માંગો છો, તો દહીં સાથે મિક્સ કરો જીરું.....જીરુ શેક્યા પછી તેને થોડું પીસી લીધા બાદ તેને દહીંમાં મિક્સ કરી રોજ એક વાટકી ખાઓ. આ કરવાથી તમે વજન ઓછું કરી શકો છો.


2- મધ અને દહીં
જો તમને મોંઢામાં છાલા પડે છે, તો પછી તમે દહીંમાં એક ચમચી મધ નાંખીને ખાઓ..મધમાંએન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે, જે છાલાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે પેટને ઠંડુ પણ કરે છે.


3- ખાંડ અને દહીં
જો તમને દહીં અને ખાંડ ખાવાનું પસંદ હોય તો કફની સમસ્યા દૂર થાય છે. આ સાથે, શરીરને ત્વરિત એનર્જા મળે છે.


4- દહીં અને મીઠું
એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે દહીંમાં મીઠું ભેળવીને ખાવું. તે શરીરમાં એસિડ સ્તરને સંતુલિત કરે છે અને એસિડિટીમાં ફાયદો કરે છે.


5- અજમો અને દહીં
જો કોઈને દાંત નો દુખાવો થાય છે, તો પછી દહીં અને અજમો ભેળવીને ખાઓ. આ દાંતના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.


6- મરીયા અને દહીં
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન થાય છે, તો પછી દહીંમાં કાળી મરી મિક્ષ કરીને ખાઓ. કાળી મરીમાં હાજર પાઈપિરિનમાં રહેલા પ્રોબાયોટીક બેક્ટેરિયા કબજિયાતને દૂર કરવામાં અસરકારક છે.


7- સુંદર વાળ માટે
વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે દહીં અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો મળશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે સારી રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.


8-લૂ નો રામબાણ ઇલાજ
ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય વાત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાછમાં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડીની હીટ ઓછી થશે.  


આમ તો દહીંનું સેવન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. સુપર ફૂડ કહેવાતા દહીંનું સેવન જો તમે લંચમાં કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે. દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની પરેશાનીઓ, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે. સાથે જ તેમાં ક્વોલિટી પ્રોટીન પણ મળી આવે છે.


(ખાસ નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતુ નથી.)