આ સ્વાદિષ્ટ વસ્તુ તમને બચાવશે Stressથી, રોજ એક વાટકી ખાશો તો મૂડ રહેશે ફ્રેશ
Cure Stress with Curd:કોઈપણ જગ્યાએ ટેન્શન વાળું વાતાવરણ રહેતું હોય તો તે સ્થિતિમાં મૂડ સૌથી પહેલા ખરાબ થઈ જાય છે. અને નિયમિત રીતે આવા વાતાવરણમાં રહેવાના કારણે સ્ટ્રેસની સમસ્યા થઈ જાય છે.
Cure Stress with Curd: આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ વાતનું ટેન્શન જરૂરથી હોય છે. આ પ્રકારનો સ્ટ્રેસ ધીરે ધીરે ડિપ્રેશનનું કારણ બની જાય છે. ડિપ્રેશન ખૂબ જ ગંભીર સમસ્યા છે જે પારિવારિક કલેશ, પૈસાની તંગી, પ્રેમમાં દગો, ઓફિસમાં કામનું પ્રેશર જેવી સ્થિતિમાં થઈ શકે છે. કોઈપણ જગ્યાએ ટેન્શન વાળું વાતાવરણ રહેતું હોય તો તે સ્થિતિમાં મૂડ સૌથી પહેલા ખરાબ થઈ જાય છે. અને નિયમિત રીતે આવા વાતાવરણમાં રહેવાના કારણે સ્ટ્રેસની સમસ્યા થઈ જાય છે. તેવામાં તમે તમારા આહારમાં દહીંનો ઉપયોગ રોજ કરીને ટેન્શનથી દૂર રહી શકો છો.
આ પણ વાંચો:
હાર્ટ એટેકથી બચવું હોય તો આ 4 સુપરફુડનું શરુ કરો સેવન, નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ
નાસ્તામાં ચા સાથે ક્યારેય ન ખાવા પરોઠા, જાણો શા માટે છે આ સૌથી Bad Food Combination
થોડું કામ કરીને પણ લાગતો હોય થાક તો આ વસ્તુઓ ખાવાની કરો શરુઆત, મળશે Instant Energy
દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. દૂધમાંથી બનતી વસ્તુઓમાં દહીંનો પણ સમાવેશ થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે દહીંનું સેવન કરવાથી આપણો મૂડ સ્ટ્રેસ ફ્રી રહે છે. દહીમાં લેક્ટોબેસીલસ હોય છે જે એક હ્યુમન ફ્રેન્ડલી બેક્ટેરિયા છે. જે આપણા શરીરમાં માઇક્રોબાયોમ ના કેરેક્ટર ને બદલવામાં મહત્વનું યોગદાન કરે છે. તેનાથી ડિપ્રેશન દૂર થવા લાગે છે. સૌથી સારી વાત એ છે કે મોટાભાગના લોકોના ઘરમાં દહી રોજ બને છે. જો તમારે તેને બહારથી ખરીદવું પણ પડે તો રોજ 20 થી 25 રૂપિયાનો જ ખર્ચ થાય.
દહીંના પોષક તત્વો
દહીંમાં પ્રોટીન, વિટામીન બી, વિટામીન b12, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા મહત્વના પોષક તત્વો હોય છે. નિયમિત રીતે એક વાટકી દહીં ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન પણ વધે છે. દહીંમાં તમે નમક ઉમેરીને પણ ખાઈ શકો છો. જો તમે રોજ ઘરમાં બનાવેલું તાજું દહીં ખાવ છો તો તે વધારે ફાયદાકારક છે.
દહીં કરશે ટેન્શન દૂર
આજના સમયમાં ડિપ્રેશન નું પ્રમાણ વધી રહ્યું છે. કારણ કે લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકતા નથી. ડિપ્રેશનની સારવાર છે પરંતુ દવા વડે તેને મટાડી ન શકાય. તેના માટે લોકોએ સ્ટ્રેસ મેનેજમેન્ટ સહિતના ફેરફાર કરવા પડે છે. તેવામાં સૌથી મહત્વનું હોય છે કે તમે મૂડને ફ્રેશ રાખો. અને આ કામ કરવામાં દહીં તમને મદદ કરી શકે છે. આહારમાં દહીં લેવાથી સ્ટ્રેસ ઓછો થાય છે.