ડાયાબીટીસને કાબુ કરવા શિવ પર ચડતા બિલિપત્રનો રામબાણ પ્રયોગ
મહાશિવરાત્રીનો પર્વની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રીએ ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા દુધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાન ચઢાવે છે. ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરશે પરંતુ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા બાદ તેનો કોઈ જ ઉપયોગ થતો નથી અને બહુમુલ્યવાન બિલીપત્ર નષ્ટ થાય છે. ત્યારે બિલીપત્રના પાન કંઈ રીતે બહુમુલ્યમાન છે.
રવિ અગ્રવાલ/વડોદરા: મહાશિવરાત્રીનો પર્વની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રીએ ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા દુધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાન ચઢાવે છે. ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરશે પરંતુ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા બાદ તેનો કોઈ જ ઉપયોગ થતો નથી અને બહુમુલ્યવાન બિલીપત્ર નષ્ટ થાય છે. ત્યારે બિલીપત્રના પાન કંઈ રીતે બહુમુલ્યમાન છે.
વડોદરા નવનાથની નગરી છે. શિવરાત્રીના દિવસે અને રોજે ભગવાન ભોલેનાથને લાખો બિલીપત્રના પાન અર્પણ કરવામાં આવે છે. પરંતુ આજ બિલીપત્રના પાનને તમે પ્રસાદ સમજીને રોજિંદા જીવનમાં સેવન કરો તો અનેક રોગ દુર થઈ શકે છે. બિલીપત્રના પાનને સેવન કરવાથી વાત પિત્ત અને કફ દુર થાય છે. તે ચર્મ રોગ અને ડાયાબીટીસમાં રક્ષા આપે છે. અને બ્લડ પ્રેસરમાં ખુબજ ઉપયોગી નીવડે છે.
બીલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે. ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે. ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે. બીલીપત્રએ હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવોએ ખૂબ ફાયદાકારક માનવામા આવે છે અને બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે અને શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે અને આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમા ખૂબ લાભ થાય છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાની રાજકીય ઇનિંગ શરૂ, પહેર્યો કેસરીયો ખેસ
જો શરીરમા ગરમી વધતી ગરમીના કારણે અથવા તો મોંમા ગરમી થવાના કારણે તેમા ચાંદા પડી જાય છે. માટે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે. અને ચાંદાની સમસ્યાથીએ કાયમ માટે છૂટકારો મળે છે. પેટમા કે, આંતરડામા કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. અને આ સમસ્યાઓએ ઝડપથી ગાયબ થઇ જાય છે.
જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમા કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.
સોમનાથ મંદિર શિવરાત્રીએ સતત 42 કલાક ખુલ્લુ રહેશે, જુઓ મહા આરતીનો સમય
જો કોઈ વ્યક્તિને પોતાનું લોહીને સાફ કરવું હોયતો તેના માટે તે ઘરે જ બિલીપત્રમાંથી દવા બનાવી શકે છે જેમાં તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રના પાનને દિવસે ગરમ પાણી ભેળવી અને પલાળી અને ત્યાર બાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે. જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો, આમ સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબજ ઉપયોગી નીવડે છે.
વડોદરાની ઝોવાક ફાર્માના સંચાલક રાજ ડાંગર દ્વારા છેલ્લા એક વર્ષથી અલગ અલગ શિવ મંદિરમાંથી બીલીપત્ર ભેગા કરવામાં આવે છે. અને તે બિલપત્ર અને અન્ય હર્બ્સનો ઉપયોગ કરીને કબજિયાત, અપચન,શરીરની ગરમી , રક્તદોષ, મોઠાની અને શરીરની ગરમી માટે કાંઠા અને જ્યુસ બનાવવમાં આવ્યું છે. જેને રાજ ડાંગર મહાશિવરાત્રીના દિવસે લોકોમાં જાગૃતત્તા આવે તે હેતુથી મફતમાં આપવાના છે. રાજ ડાંગરનો મુખ્ય ઉદેશ્ય છે કે, ભગવાન પર ચડતી બીલીપત્રનો ઉપયોગ પ્રસાદના ભાગ રૂપે સેવનમાં લેવામાં આવે તો કરોડો બીલીપત્ર બચશે અને કરોડો લોકો રોગ મુક્ત પણ બનશે.