સોમનાથ મંદિર શિવરાત્રીએ સતત 42 કલાક ખુલ્‍લુ રહેશે, જુઓ મહા આરતીનો સમય

 અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિ દેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે સોમવારે (4 માર્ચ) મહાશિવરાત્રીની વિવિઘ ઘાર્મિક અને સાંસ્‍કૃતીક કાર્યક્રમો થકી ભવ્‍ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના દિવસે ભાવિકોના ઘસારાને ઘ્‍યાને લઇ સોમનાથ મંદિર વહેલીસવારે 4 વાગ્‍યે ખુલ્‍યા બાદ સળંગ 42 કલાક સુઘી ખુલ્‍લુ રહેશે. જે દરમ્‍યાન મહાદેવને ઘ્‍વજારોહણ, આરતી સહિત ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે.
 

સોમનાથ મંદિર શિવરાત્રીએ સતત 42 કલાક ખુલ્‍લુ રહેશે, જુઓ મહા આરતીનો સમય

હેમલ ભટ્ટ/સોમનછ: અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિ દેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે સોમવારે (4 માર્ચ) મહાશિવરાત્રીની વિવિઘ ઘાર્મિક અને સાંસ્‍કૃતીક કાર્યક્રમો થકી ભવ્‍ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના દિવસે ભાવિકોના ઘસારાને ઘ્‍યાને લઇ સોમનાથ મંદિર વહેલીસવારે 4 વાગ્‍યે ખુલ્‍યા બાદ સળંગ 42 કલાક સુઘી ખુલ્‍લુ રહેશે. જે દરમ્‍યાન મહાદેવને ઘ્‍વજારોહણ, આરતી સહિત ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે.

પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍ય મહાશિવરાત્રીની ભવ્‍ય ઉજવણી કરવા થઇ રહેલ તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમવારે વ્‍હેલીસવારે 4 વાગ્‍યે મંદિરના દ્રાર ભાવિકો માટે ખોલ્‍યા બાદ સળંગ 42 કલાક ખુલ્‍લા રહેશે અને બાદ બીજા દિવસે એટલે કે મંગળવારની રાત્રે 10 વાગ્‍યે બંઘ થશે. 

શિવરાત્રીને ઘ્‍યાને લઇ ભાવિકો શિવભકિત કરી શકે તે માટે તારીખ 3 અને 4 બે દિવસ મહામૃત્‍યુંજય યજ્ઞનું આયોજન કરાયુ છે. સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજાઓ જેટલુ પુણ્‍ય માત્ર શિવરાત્રીના દિવસે શિવ પૂજા-દર્શન કરવાની પ્રાપ્‍ત થતી હોવાથી તેને ઘ્‍યાને લઇ ભાવિકો તત્‍કાલ શિવપુજન, ઘ્‍વજાપુજન ભાવિકો મોટીસંખ્‍યામાં કરી શકે તે માટે વિશેષ વ્‍યવસથા કરાય છે.

એક કા ડબલ: રૂપિયા ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, લાખો કરી લાખોની છેતરપિંડી

સોમનાથ આવતા ભાવિકો માટે પરીસર આસપાસ દ્રાદશ જયોતિર્લીંગ દર્શન-પ્રદક્ષીણા, સેલ્‍ફી પોઇન્‍ટ, શિવરાત્રીના દિવસે સવારે 11 થી 12 પરીસરમાં બ્રાહમણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિતના કાર્યક્રમો વિશેષ આર્કષણનું કેન્‍દ્ર રહેશે.
શિવરાત્રીને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્વાર ખાસ રંગબેરંગી લાઇટીંગની ઝળહળતુ કરવામાં આવશે. પરીસરમાં એલઇડી સ્‍ક્રીન થકી દર્શન કરવાની વ્‍યવસથામાં પણ ગોઠવી દેવામાં આવી છે.

સોમનાથ ચોપાટી ખાતે તા.3 તથા 4ની રાત્રીના ઘાર્મિક સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. મંદિરે દર્શાનાર્થે આવતા અશકત, દિવ્‍યાંગો, વૃઘ્‍ઘો માટે પાર્કીગથી મંદિર સુઘી વિનામુલ્‍યે રિક્ષાની વ્‍યવસથા તેમજ મંદિર પરીસરમાં ઇ-રીક્ષા, વ્‍હીલચેરની તથા મેડીકલ ટીમને રાખવાની વ્‍યવસથા કરાઇ હોય જેના માટે મંદિરના મુખ્‍ય પ્રવેશ પાસે સ્‍વાગત કક્ષ ઉભો કરાયો છે.

કોઈ પણ ગામમાં જતા રહો, મોદીની દુકાન જરૂર મળશે : અમિત શાહ

સોમનાથ મંદિર પહલેથી જ આતંકીઓના હીટલીસ્ટમાં હોવાથી સોમનાથ મંદીર ખાતે ઝેડપ્લસ સુરક્ષા વ્યવસ્થા હોય છે. ત્યારે હાલની પ્રવર્તમાન પરીસ્થીતીને ઘ્યાને લઇ ગુજરાત સહીત સોમનાથ મંદીર ખાતે પણ ખાસ એલર્ટ હોવાથી આવતી કાલે મહાશિવરાત્રીના સોમનાથ મંદીર ખાતે લાખોની સંખ્યામાં ભાવીકો આવનાર હોય જેથી સોમનાથ મંદીરની સુરક્ષામાં પણ ખાસ વઘારો કરાયો છે. તો બીજી તરફ સુરક્ષાને લઇ ભાવીકો ને કોઇ અગવડતા ન પડે તેવી સુચારૂ સુરક્ષા વ્યવસ્થા સુરક્ષા વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે.

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરમાં થનાર કાર્યક્રમોનું લિસ્ટ

  • સોમનાથ મંદિર સવારે 4 વાગ્‍યે ખુલ્‍યા બાદ 6 વાગ્‍યાથી પ્રાત:મહાપૂજા-આરતી, 
  • 7:30 વાગ્‍યે મહામૃત્‍યુંજય યજ્ઞ, 
  • 8 વાગ્‍યે નુતન ઘ્‍વજારોહણ, 
  • 8:30 વાગ્‍યે હોમાત્‍મક લઘુરૂદ્ર, 
  • 9 વાગ્‍યે પાલીખીયાત્ર (મંદિર પરીસરમાં) અને શોભાયાત્ર (વેરાવળથી પ્રારંભ થશે..), 
  • બપોરે 11 વાગ્‍યાથી મઘ્‍યાહન મહાપૂજા-આરતી, 
  • સાંજે 4 થી 8:30 શૃંગાર દર્શન, 
  • સાંજે 7 વાગ્‍યે સાયં આરતી, 
  • પ્રથમ પ્રહર પૂજન-આરતી રાત્રીના 8:45 વાગ્‍યાથી, 
  • જયોતપૂજન રાત્રીના 10:45, દ્રીતીય પ્રહર પૂજન-આરતી 11 વાગ્‍યાથી, 
  • તૃતીય પ્રહર પૂજન-આરતી રાત્રીના 2:45 વાગ્‍યાથી, 
  • ચતુર્થ પ્રહર પૂજન વહેલી સવારના 4:45 વાગ્‍યાથી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news