Diabetes: શું ખાધા પછી તરત જ બ્લડ સુગર વધે છે? તો 30 મિનિટ પહેલાં કરી લો આ 1 કામ
Diabetes Control Tips: તમે હંમેશા અનુભવ્યું હશે કે ભોજન કર્યા બાદ તમારૂ બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય છે. જો આવું વારંવાર થઈ રહ્યું છે તો તમે એક ખાસ ટ્રિક અજમાવી શકો છો.
Almonds For Diabetes: ડાયાબિટીસ એક ખૂબ જ મુશ્કેલ તબીબી સ્થિતિ છે, જેમાં ખાવા-પીવામાં ખાસ કાળજી લેવી પડે છે, કારણ કે સહેજ પણ બેદરકારી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. આમાં, સ્વાદુપિંડમાંથી ખાંડ ઓછી સ્ત્રાવ થાય છે અથવા ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી. આવી સ્થિતિમાં લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. ઘણા લોકો શું ખાવું તે અંગે મૂંઝવણમાં રહે છે, કારણ કે કંઈક ખાધા પછી તેમના બ્લડ સુગરનું સ્તર અચાનક વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે ભોજનના અડધો કલાક પહેલા એક કામ કરી લો તો આવી સમસ્યા નહીં થાય.
આ કામ જમવાના અડધા કલાક પહેલા કરો
ઘણા ડાઇટીશિયન ભલામણ કરે છે કે જો ભોજનના અડધા કલાક પહેલા બદામનું સેવન કરવામાં આવે તો લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આમ કરવાથી ગ્લુકોઝ લેવલ પણ નીચે આવી શકે છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓની સમસ્યામાં રાહત મળશે. આ માટે લગભગ 20 ગ્રામ બદામ ખાઓ.
આ પણ વાંચોઃ નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો ખાતમો કરી દેશે આ વસ્તુ, દવા લેવાની નહીં પડે જરૂર
કેમ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે
ડાઇટીશિયન આયુષી યાદવે જણાવ્યું કે ભારતના લોકોને હાઈ સુગર, હાઈ ફેટ અને હાઈ કાર્બોહાઇડ્રેટવાળા ફૂડ્સ ખાવાનું પસંદ છે, જેના કારણે બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે. તેવામાં બદામ તેના માટે સંકટમોચક સાબિત થઈ શકે છે. તેમાં મોનો-અનસેચુરેટેડ ફેટી એસિડ, ફાઇબર અને પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે, મોટા ભાગના ડાયટીશિયન તેને ડાયાબિટીસના દર્દીઓ માટે પરફેક્ટ પ્રી-મીલ ડાયટ તરીકે લેવાની ભલામણ કરે છે.
ભારતમાં મોટા ભાગના લોકો ખાલી પેટ બ્લડ સુગર ટેસ્ટ કરાવે છે, પરંતુ તે વાત પર ધ્યાન આપતા નથી કે ભોજન કર્યાં બાદ તેનું બ્લડ ગ્લૂકોઝ લેવલ શું છે. ઘણા ભારતીયોને ભોજન કર્યા બાદ સુગર લેવલ વધવાનો ખતરો રહે છે, જેને નજરઅંદાજ કરવો ખતરનાક છે. તેવામાં ભોજનના અડધો કલાક પહેલાં બદામ ખાશો તો પરિણામ સારૂ આવશે અને તમે ઘણા પ્રકારના ખતરાથી બચી જશો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.