Bad Cholesterol: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો ખાતમો કરી દેશે આ વસ્તુ, દવા લેવાની નહીં પડે જરૂર
Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકની સમસ્યા પણ થઈ શકે છે. તેને કંટ્રોલ કરવા માટે દવા સહિતના અલગ અલગ ઉપાય લોકો અજમાવે છે. પરંતુ જો તમે રસોડામાં રહેલા એક મસાલા નો ઉપયોગ સાચી રીતે કરવાની શરૂઆત કરશો તો તમારે દવા કે અન્ય કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે.
Trending Photos
Bad Cholesterol: આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખોટી ખાવા પીવાની આદતોના કારણે બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા સામાન્ય થતી જાય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકની સમસ્યા પણ થઈ શકે છે. તેને કંટ્રોલ કરવા માટે દવા સહિતના અલગ અલગ ઉપાય લોકો અજમાવે છે. પરંતુ જો તમે રસોડામાં રહેલા એક મસાલા નો ઉપયોગ સાચી રીતે કરવાની શરૂઆત કરશો તો તમારે દવા કે અન્ય કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે.
હળદર એવો મસાલો છે જે ભારતીય રસોઈનું અભિન્ન અંગ છે. હળદરનો ઉપયોગ રસોઈ નો સ્વાદ અને રંગ વધારે છે. આ હળદર બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.. આજે તમને જણાવીએ કે હળદર કેવી રીતે શરીરને ફાયદો કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ માટે તેનું સેવન કેવી રીતે કરવું.
બેડ કોલેસ્ટ્રોલમાં હળદરથી થતા ફાયદા
- હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનાથી શરીરમાં સોજા હોય તો તે દૂર થઈ જાય છે. હળદર શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
- હળદર સ્નાયુ અને સાંધાના દુખાવાને દૂર કરવામા પણ મદદરૂપ છે. હળદરમાં કર્કયુમીન નામનું તત્વ હોય છે. જે સાંધાના દુખાવાને મટાડે છે.
- હળદર પાચનને પણ સુધારે છે. તેનું સેવન કરવાથી પેટનો દુખાવો, અપચો, ગેસ જેવી સમસ્યા મટે છે.
- હળદરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. જે શરીરને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. ફ્રી રેડીકલ સેલ્સને નુકસાન કરે છે અને તેના કારણે બીમારીઓ વધે છે.
- હળદર હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. હળદરનું સેવન કરવાથી લોહી જામતું અટકે છે.
- કેટલીક રિસર્ચ અનુસાર હળદરમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. જે કેટલાક પ્રકારના કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે.
- હળદર ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
કેવી રીતે કરવો હળદરનો ઉપયોગ ?
એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરી રોજ પીવાથી લાભ થાય છે.
આ સિવાય હળદરની ચા બનાવીને પણ પી શકાય છે. તેના માટે એક કપ પાણીમાં અડધી ચમચી હળદર અને થોડા કાળા મરીનો પાવડર ઉમેરી ઉકાળો. ત્યાર પછી આ પાણીને હૂંફાળું ગરમ હોય ત્યારે પી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે