નવી દિલ્હીઃ સુગરની બીમારી આ દિવસોમાં ખુબ વધી રહી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસદર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. વિશ્વભરમાં કરોડો લોકો આ રોગનો શિકાર છે. ડાયાબિટીસમાં, ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, જેના કારણે લોહીમાં ગ્લુકોઝની માત્રા વધવા લાગે છે. ડાયાબિટીસને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે તેનાથી હાર્ટ એટેક જેવી ખતરનાક સ્થિતિ થઈ શકે છે. કેટલીક દેશી દવાઓ અને આયુર્વેદિક ઉપાયોથી ડાયાબિટીસને ઘટાડી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસમાં અસરકારક દેશી દવાઓ
મેથીઃ
ડાયાબિટીસમાં મેથીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાદમાં કડવી મેથી સુગર, ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગ થાય છે. સુગર કંટ્રોલ કરવા માટે 1 ચમચી મેથીનો પાઉડર સવારે ખાલી પેટ કે સાંજે પાણીની સાથે લો. તેનાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર ઘટવા લાગશે. તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ મેથીનું પાણી પણ પી શકો છો. તે માટે 1 ચમચી મેથીના દાણાને પલાળી દો અને સવારે તેને ગાળી પી લો.


આ પણ વાંચોઃ ઓફિસમાં 9 કલાક ખુરશી પર બેસી રહેવું થઈ શકે છે ખતરનાક, ઘણી બિમારીઓને આપે છે આમંત્રણ


તજઃ મસાલામાં ઉપયોગ થનાર તજ પણ ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. સુગરમાં ઈંસુલિન રેજિસ્ટેન્સ ઘટાડવા માટે તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. તજકોલેસ્ટ્રોલ અને ફેટને પણ ઘટાડે છે. 1 ચમચી તજમાં અડધી ચમચી મેથી પાઉડર અને 1 ચમચી હળદર મિક્સ કરી ખાલી પેટ પી લો. તેનાથી તમારૂ સુગર ઘટશે. તમે ઈચ્છો તો કોઈ હર્બલ ટીમાં તજ સ્ટિક નાખી પી શકો છો.


કાળા મરીઃ આયુર્વેદમાં કોલ્ડ કફની દવાના રૂપમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કાળા મરી સુગરને કંટ્રોલ કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. કાળા મરીમાં પિપેરિન નામનું તત્વ હોય છે. જેનાથી સુગર કંટ્રોલમાં રહે છે. તે માટે 1 ચમચી કાળા મરીનો પાઉડર અને થોડી હળદર મિક્સ કરી રાત્રે સેવન કરવાથી ફાયદો થશે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.