Diabetes: ડાયાબિટીસ એક એવો રોગ છે જેના દર્દીની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. અનિયમિત જીવનશૈલી અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે. જેમાં સૌથી વધુ ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે. આ સાથે જ વધુ પડતો સ્ટ્રેસ અને ટેન્શનના કારણે પણ વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બને છે. આજના સમયમાં યુવાનો પણ ડાયાબિટીસના રોગી ઝડપથી બની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરના રસોડાના આ મસાલા અનિયમિત માસિકની સમસ્યા કરશે દુર, જાણો ઉપયોગની સાચી રીત


શરદી-ઉધરસના કારણે થતા ગળાના દુખાવાને તુરંત દુર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય


Health Tips: આ છે એનીમિયાના લક્ષણ, જાણો હિમોગ્લોબીન ઝડપથી વધારતા ઘરેલૂ ઉપાયો વિશે


સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે વ્યક્તિએ પોતાની જીવનશૈલી અને આહારની આદતોમાં સુધારો કરવો સૌથી વધુ જરૂરી છે. સામાન્ય રીતે ડોક્ટર્સ ડાયાબિટીસમાં ચા પીવાની મનાઈ કરતાં હોય છે. પરંતુ એક ખાસ પ્રકારની ચા એવી પણ છે જેને પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આ ચા છે કોમ્બુચા ચા છે. આ ચા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.  
 
કોમ્બુચા ચા બેક્ટેરિયા અને યીસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ ચીનમાં પરંપરાગત દવાઓમાં માટે થાય છે. એક અભ્યાસ અનુસાર કોમ્બુચા ચા ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે અત્યંત ફાયદાકારક છે. આ ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
  
જો ડાયાબિટીસનો દર્દી જમતા પહેલા આ ચાનું સેવન કરે છે તો તેનું બ્લડ સુગર લેવલ 70 થી 130 ની વચ્ચે રહે છે. તેથી જ નિયમિત દૂધવાળી ચા પીવાને બદલે કોમ્બુચા ચા પીવાનું શરુ કરવામાં આવે તો તેનાથી ફાયદો વધારે થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)