Diabetes symptoms in leg: જો તમે પણ હાલમાં ખુબ થાક મહેસૂસ કરતા હોવ, વધુ તરસ લાગતી હોય કે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો આ ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે અનેકવાર ડાયાબિટીસના સંકેત તમારા પગમાં પણ દેખાય છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રી ડાયાબિટીસમાં જ્યારે તમારું શરીર શુગરનો બરાબર ઉપયોગ કરી શકતું ન હોય ત્યારે તમારા પગમાં કેટલાક ફેરફાર જોવા મળતા હોય છે. આવા જ કેટલાક લક્ષણો વિશે જાણવું ખુબ જરૂરી છે જેને અવગણવું ભારે પડી શકે છે. 


1. પગમાં ઝણઝણાટી મહેસૂસ થવી કે સૂન્ન થઈ જવા
જો તમે પણ પગમાં કોઈ પણ કારણવગર સતત ઝણઝણાટી  કે સૂન્નપણું મહેસૂસ કરતા હોવ તો તે પ્રી ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ શુગર લેવલ નસોને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી આ પરેશાની થઈ શકે છે. 


2. પગમાં દુ:ખાવો
અચાનક પગમાં દુ:ખાવો થવો, ખાસ કરીને રાતના સમયે તે પ્રી ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. ખરાબ  બ્લડ સર્ક્યૂલેશનના કારણે પગમાં દુ:ખાવો હોઈ શકે છે. 


3. પગમાં સોજા
જો તમારા પગમાં કોઈ પણ કારણ વગર સોજા રહેતા હોય તો તે પણ પ્રી ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. ખરાબ બ્લડ સર્ક્યૂલેશનના કારણે પગમાં સોજા આવી શકે છે. 


4. પગમાં ઘા પર રૂઝ આવતા વાર લાગે છે
હાઈ બ્લડ શુગર લેવલ શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને નબળી કરી શકે છે. જેના કારણે ઘા પર રૂઝ આવતા વાર લાગી શકે છે. જો તમારા પગ પર કોઈ ઘા હોય અને લાંબા સમયથી રૂઝ આવતી નહોય તો ડોક્ટરની સલાહ જરૂર લો. 


5. પગનો રંગ બદલાવો
જો તમારા પગનો રંગ બદલાતો દેખાય જેમ કે તેનો રંગ પીળો પડી રહ્યો હોય કે તેના પર લાલ ચકામા જોવા મળે તો તે પણ પ્રી ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. ખરાબ બ્લડ સર્ક્યૂલેશનના કારણે પગના રંગમાં ફેરફાર આવી શકે છે. 


ધ્યાન રાખવું કે આ લક્ષણો અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં પણ જોવા મળી શકે છે. પરંતુ જો તમે આવા કોઈ પણ લક્ષણનો અનુભવ કરતા હોવ તો ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે. સમયસર તપાસ કરાવવી અને ડોક્ટરની સલાહ લેવી એ ડાયાબિટીસના જોખમને ઓછું કરવા માટે સૌથી સારી રીત છે. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.