Health Tips For Diabetic patients: ચૈત્ર મહિનાની નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને આ નવ દિવસો દરમિયાન લોકો માં દુર્ગાની પૂજા અર્ચના કરવાની સાથે વ્રત પણ રાખે છે. જે વ્યક્તિ સ્વસ્થ હોય છે તેને નવ દિવસ ઉપવાસ કરવામાં કોઈ પણ સમસ્યા થતી નથી પરંતુ જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય તેમણે ઉપવાસ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ કરવા જ ન જોઈએ. પરંતુ તેમ છતાં જો કોઈ કારણોસર ઉપવાસ રાખવો પડે તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ઉપવાસ દરમિયાન કેટલીક ગંભીર ભૂલ કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


નિયમિત ખાવી આ 6 વસ્તુ, બદલતા વાતાવરણના કારણે નહીં થાય શરદી, ઉધરસ, તાવની સમસ્યા


કાળા મરી ફક્ત સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે કામના, શરીર માટે બને છે દવા


સવારે ઉઠીને પાણી પીવાની આદત તમને રાખશે સ્વસ્થ, શરીરને મળશે જબરદસ્ત ફાયદા


- ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું નહીં. બે થી ત્રણ કલાકના અંતરમાં કોઈ વસ્તુ ખાવી જોઈએ. જેથી બ્લડ સુગર અચાનક ન વધે. બે થી ત્રણ કલાકે કોઈ વસ્તુ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.


- ડાયાબિટીસના દર્દી હોય તેમણે ઉપવાસ દરમિયાન ફળનું જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. જ્યુસ પીવાને બદલે ફળનું સેવન કરવાથી ફાયદો થાય છે. ફળમાં પણ ડાયાબિટીસના દર્દીએ કેળા, ચીકુ, કેરી જેવા વધારે સુગર વાળા ફળ ન ખાવા. 


- ઉપવાસ હોય ત્યારે ફરાળી ખીર, દહીં, દૂધની બનેલી વાનગીઓ વધારે બને છે. આ બધી જ વસ્તુઓમાં ખાંડનો ઉપયોગ થાય છે. તેથી ઉપવાસ દરમિયાન આ વસ્તુ ખાવાથી બચવું કારણ કે તેમાં રહેલી ખાંડ સુગરના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ માત્ર ગોળનો ઉપયોગ કરવો જોઈએ.


- ઉપવાસ હોય તો પણ ડાયાબિટીસની જે દવાઓ ચાલતી હોય તેને બંધ કરવી નહીં. આ ઉપરાંત સમયે પોતાની દવા પણ લઈ લેવી. ઉપવાસ દરમિયાન શરીર હાઈડ્રેટ રહે તે માટે પાણી, લીંબુ પાણી, છાશ જેવી વસ્તુઓનું સેવન વધારે કરવું.