નવી દિલ્હીઃ ખરાબ લાઈફસ્ટાઈલ અને ભોજનમાં ગરબડના કારણે આજકાલ ડાયાબિટીસની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. અનુમાન પ્રમાણે આ સમયે દેશમાં લાખો લોકો ડાયાબિટીસના અલગ-અલગ રૂપોથી પીડિત છે. કહેવામાં આવે છે કે એકવાર આ બીમારી થયા બાદ તેને કંટ્રોલ તો કરી શકાય છે પરંતુ તેને ખતમ નથી કરી શકાતું. આ બીમારી તેની સાથે અનેક બીજી બીમારી લઈને આવે છે. એટલે કે કેટલાક લોકો તેને ધીમું મોત કહે છે. આજે અમે તમને પાંચ એવા ફળો વિશે જણાવીશું જેમાં ખૂબ જ સુગર હોય છે. જેને ખાવાથી આપણે બચવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરી ન ખાઓ-
કેરી ફળોનો રાજા કહેવાય છે. પરંતુ તો જો તમે ડાયાબિટીસના દર્દી હો તો તમારા માટે ખુદને રોકવું પડશે. કારણ કે કેરીમાં ખુબ શુગર હોય છે. જેને ખાવાથી બ્લડ શુગર હાઈ થઈ  શકે છે. અને સારવાર લેવાની નોબર આવી શકે. જો તમે પોતાને રોકી ન શકો તો એકાદ ચીર લઈ શકો છો. પરંતુ વધુ ન ખાઓ.


લીચી થી રહો દૂર-
સ્વાસ્થ્ય માટે લીચી સારી ગણવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ લીચી ન ખાવી જોઈએ. એક કટોરી લીચીમાં 29 ગ્રામ શુગર હોય છે. એવામાં જો તમે ભરપેટ લીચી ખાશો તો શુગર રોકેટની ગતિએ વધી શકે છે.


ચેરીનું સેવન નુકસાન કારક-
ચેરી એક સિઝનલ ફળ છે, જેમાં અનેક પોષત તત્વો હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે નુકસાન કારક હોય છે. તેમાં ઘણી મિઠાશ હોય છે, જેથી શુગર લેવલ વધી શકે છે અને દર્દીને હાર્ટ અટેક આવી શકે છે.


 



અંજીર ખાવાથી વધુ શકે સુગર-
અંજીર એક ગુણકારી ફળ છે. પરંતુ તેમાં મીઠાશ હોય છે. એક કટોરી અંજીમાં 29 ગ્રામ સુધી શુગર હોય છે. જેનાથી શુગર તરત જ વધી શકે છે.


અનાનસનું ન કરો સેવન-
અનાનસ અનેક વિટામિનથી ભરપૂર એક શાનદાર ફળ છે.પરંતુ તેની વધારે પડતી મિઠાશ તેને શુગરના દર્દીઓ માટે નુકસાન કારક બનાવે છે. ડાયાબિટીના દર્દીઓને ડૉક્ટર કહે છે કે તેઓ અનાનસ ન ખાય.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)