નવી દિલ્હીઃ ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેને કંટ્રોલ કરવી ખુબ જરૂરી છે. ડાયાબિટીસને ખતમ કરવાની કોઈ દવા નથી માત્ર તેને કંટ્રોલ કરી શકાય છે. ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસ બંને પ્રકારમાં સુગરને કંટ્રોલ કરવાની સૌથી સારી રીત છે કે ડાઇટ કંટ્રોલ કરવામાં આવે, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે અને તણાવથી બચવામાં આવે. ડાઇટમાં કાર્બ્સનું વધુ સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર ખુબ હાઈ રહે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે કાર્બ્સ અને પ્રોટીનનું વધુ સેવન ઉપયોગી બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસના દર્દી કેટલાક સુપરફૂડ્સનું સેવન કરે તો સરળતાથી બ્લડમાં સુગરના સ્તરને નોર્મલ કરી શકે છે. એક્સપર્ટ પ્રમાણે કેટલાક ફૂડ્સમાં બોડી માટે જરૂરી વિટામિન, ખનિજ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આવો જાણીએ ડાયાબિટીસ દર્દી કયાં સુપરફૂડનું સેવન કરી બ્લડમાં સુગરના સ્તરને નોર્મલ રાખી શકે છે. 


નોન સ્ટાર્ચવાળા પાંદડાવાળા શાકભાજી
સ્ટાર્ચ વગરના શાકભાજીનું સેવન ડાયાબિટીસના દર્દીના સ્વાસ્થ્ય પર જાદુઈ અસર કરે છે. આ શાકભાજીમાં ભરપૂર ફાઈબર, વિટામિન અને ખનિજ હોય છે. આ બધા પોષક તત્વો બ્લડમાં સુગરના સ્તરને કંટ્રોલ કરે છે. આ શાકભાજીમાં તમે બ્રોકલી, પાલક, કેળ, ફૂલકોબી અને શિમલા મરચાનું સેવન કરી શકો છો. 


આ પણ વાંચો- આ ગ્રીન જ્યુસ ડાયાબિટીસનું કામ કરી દેશે તમામ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર


જામુન ખાવો
જે લોકોનું બ્લડ સુદર હાઈ રહે છે તે દરરોજ ગરમીમાં જામુનનું સેવન કરે. આ ફળ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે બ્લડમાં સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી સોજા કંટ્રોલમાં રહે છે. તમે બેરીઝમાં બ્લૂબેરી, સ્ટ્રોબેરી, રાસ્પબેરી અને બ્લેકબેરીનું સેવન સવારે નાસ્તામાં કરી શકો છો. તમે નાસ્તામાં દહીંનું સેવન પણ કરી શકો છો. 


નટ્સ અને સીડ્સનું કરો સેવન
પોષક તત્વોથી ભરેલ નટ્સ અને સીડ્સનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ઉપયોગી છે. આ ફૂડ પોષક તત્વોનો પાવરહાઉસ છે જેમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. આ ફૂડ્સનું સેવન કરવાથી ભૂખ શાંત થાય છે અને બ્લડમાં સુગરનું સ્તર નોર્મલ રહે છે. નટ્સ અને સીડ્સમાં તમે બદામ, અખરોટ, અળસી અને ચિયા સીડ્સને સલાડ તથા દહીંમાં છાંટીને ખાય શકો છો. બપોરના નાસ્તામાં પણ તેનું સેવન કરી શકો છો. 


પ્લાન્ટ ફૂડ
બીન્સ, દાળ અને ચણા પ્લાન્ટ બેસ ફૂડ છે જે પ્રોટીન અને ફાઈબરનો શાનદાર સ્ત્રોત છે. આ બધા ફૂડ્સ બ્લડમાં સુગરના સ્તરને કંટ્રોલ કરે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તમે આ ફૂડ્સનું સેવન સૂપ, સલાડ અને વેજ ફૂડમાં કરી શકો છો. 


આ પણ વાંચોઃ હીટવેવમાં આંખોની કાળજી નહીં રાખો તો થઈ જાશો હેરાન, આ રીતે રાખો આંખોનું ધ્યાન


સંપૂર્ણ અનાજનું સેવન કરો
ડાયાબિટીસના દર્દી સંપૂર્ણ અનાજનું સેવન કરો. સંપૂર્ણ અનાજમાં તમે બ્રાઉન રાઇસ, ક્વિનોઆ, સાબુત ઘઉંની બ્રેડ અને જુવાર જેવા અનાજનું સેવન કરી શકો છો. આ ફૂડ બોડીમાં એનર્જીને બૂસ્ટ કરશે અને બ્લડમાં સુગરના સ્તરને પણ કંટ્રોલ કરશે. 


Disclaimer: પ્રિય પાઠકો, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર માત્ર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં  ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય અંગે કોઈપણ ટિપ્સ અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.