Viral Fever: વાતાવરણમાં ફેરફાર શરૂ થાય એટલે વાયરલ ફીવરની સમસ્યા વધી જાય છે. વાયરલ ફીવરમાં હાથ પગમાં દુખાવો શરીરમાં થાક અને સાંધામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. મોટાભાગના લોકો વાયરલ ફીવર અને તાવ વચ્ચે તફાવત છે તે વાત જાણતા નથી. આજે તમને તાવ અને વાયરલ ફીવર વચ્ચે શું તફાવત છે અને તેનાથી બચવા શું કરી શકાય તે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાત્રે સુતા પહેલા મોઢામાં રાખી લો આ વસ્તુ, સવાર સુધીમાં કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર


જ્યારે પણ આપણી લાઈફસ્ટાઈલ કે આહારશૈલી બદલે છે તો તેની સીધી અસર ઇમ્યુનિટી પર થાય છે. અનિયમિત જીવનશૈલી અને ખરાબ આહાર શૈલીના કારણે ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને તેના કારણે વાયરલ ફીવર જેવી બીમારી સરળતાથી થઈ જાય છે. વાયરલ ફીવર એક એવી સમસ્યા છે જે વાતાવરણમાં થતા ફેરફારના કારણે ઝડપથી ફેલાય છે. વાયરલ ફીવર એવા લોકોને વધારે ઝડપથી પ્રભાવિત કરે છે જેમની ઇમ્યુનિટી નબળી હોય. ખાસ કરીને બાળકો અને વડીલોને આ સમસ્યા વધારે સતાવે છે. 


વાયરલ ફીવર અને તાવ વચ્ચે તફાવત


આ પણ વાંચો: મફતમાં મળતા આ પાનનો પાવડર ઝડપથી ઓગાળી દેશે પેટની ચરબી, દિવસમાં એકવાર પીવો આ રીતે


આપણા શરીરનું તાપમાન દિવસના અલગ અલગ સમયે બદલે છે. પરંતુ જ્યારે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે તો તેને તાવની અવસ્થા માનવામાં આવે છે. સામાન્ય તાવ અને વાયરલ ફીવરની વાત કરીએ તો તાવમાં વધારે ટેમ્પરેચર નથી હોતું. જ્યારે વાયરલ ફીવરમાં શરીરનું તાપમાન અચાનક વધારે વધી જાય છે. સાથે જ વાયરલ ફીવરમાં ઠંડી પણ લાગે છે.


વાયરલ ફીવરના લક્ષણ


આ પણ વાંચો: સવારે આ ડીટોક્સ વોટર પીવાનું કરો શરુ, શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થ નીકળી જાશે બહાર


વાયરલ ફીવરનું સૌથી સામાન્ય લક્ષણ છે કે દર્દીને 100 ડિગ્રી થી વધારે તાવ આવે. 


આ સિવાય વાયરલ ફીવરમાં શરીરમાં સતત દુખાવો રહે છે. વાયરલ ફીવર ના દર્દીને થાક અને નબળાઈ પણ રહે છે. 


ગળામાં સમસ્યા, ભૂખ ન લાગવી અને ઉલટી જેવી તકલીફ પણ વાયરલ ફીવરમાં થાય છે. 


ઘણી વખત આ બધા લક્ષણોની સાથે પેટમાં ઇન્ફેક્શન દુખાવો અને ઝાડા જેવી તકલીફ પણ થાય છે. 


આ પણ વાંચો: Onion For Summer: ખિસ્સામાં ડુંગળી રાખવાથી નથી લાગતી લૂ... જાણો આ વાત કેટલી સાચી


વાયરલ ફીવરમાં શું કરવું ?


વાયરલ ફીવરમાં દર્દીને ભરપૂર આરામ કરવો જોઈએ. આરામ કરવાની સાથે દર્દીએ ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ.. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી લિક્વિડ ડાયટ પર દર્દીને રાખો. વાયરલ ફીવરમાં હાથની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. શરીરમાં વધારે દુખાવો અને તાવ રહેતો હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)