Migraine: માઈગ્રેનમાં દવા ખાવાથી બચવું હોય તો જાણો દુખાવો શરુ થાય ત્યારે શું કરવું અને શું નહીં ?
Health tips For Migraine: માઈગ્રેનમાં માથાનો દુખાવો મટાડવો હોય તો તેના ઉપાયો કરવાની સાથે એ વસ્તુની ખબર પણ હોવી જોઈએ કે માઈગ્રેનના કારણે માથું દુખતું હોય તો શું ન કરવું.? આજે તમને જણાવીએ કે માઈગ્રેન હોય તે વ્યક્તિએ માથાના દુખાવામાં શું કરવું અને કયા કામ કરવાનું ટાળવું ?
Health tips For Migraine: માઈગ્રેનમાં તીવ્ર માથાનો દુખાવો થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને માઈગ્રેનના કારણે માથું દુખતું હોય તો તકલીફ અસહનીય હોય છે. આ સ્થિતિમાં વ્યક્તિ કોઈપણ રીતે દુખાવાને ઝડપથી દૂર કરવા માંગે છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે આધાશીશીમાં માથાના દુખાવાને મટાડવા માટે શું કરવું જોઈએ. માઈગ્રેનમાં માથાનો દુખાવો મટાડવો હોય તો તેના ઉપાયો કરવાની સાથે એ વસ્તુની ખબર પણ હોવી જોઈએ કે માઈગ્રેનના કારણે માથું દુખતું હોય તો શું ન કરવું.? આજે તમને જણાવીએ કે માઈગ્રેન હોય તે વ્યક્તિએ માથાના દુખાવામાં શું કરવું અને કયા કામ કરવાનું ટાળવું ?
આ પણ વાંચો: Tips For Milk: દૂધ સાથે ભુલથી પણ ન ખાતા આ 3 વસ્તુઓ, ખાવાથી સ્કીન પર પડે છે સફેદ ડાઘ
માઈગ્રેનમાં શું કરવું ?
માથાનો દુખાવો વધે ત્યારે રૂમમાં અંધારું કરીને આરામ કરવાનું રાખો. માઈગ્રેનનો દુખાવો શરૂ થાય ત્યારે જ રૂમમાં લાઈટ બંધ કરીને આરામ કરો. પ્રકાશ અને અવાજથી માથાનો દુખાવો વધી શકે છે. આ સિવાય દુખાવાને કંટ્રોલ કરવા માટે નીચે દર્શાવેલી ટીપ્સ ફોલો કરી શકાય છે.
આ પણ વાંચો: Rusk With Tea: તમે પણ ચા સાથે ખાવ છો રસ્ક ? તો આજથી સુધારી લો આદત, જાણો કારણ
- માથા ઉપર ઠંડા પાણીનું કપડું રાખો તેનાથી દુખાવો ઓછો થાય છે.
- જો તમે ડોક્ટરની દવા લઈ રહ્યા છો તો દુખાવો શરૂ થાય ત્યારે જ દવા લઈ લેવી જેથી હાલત ખરાબ ન થાય.
- શરીરમાં પાણી ઓછું હોય ત્યારે પણ માઈગ્રેન વધી શકે છે તેથી દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું.
- માઈગ્રેનમાં શરીરને શક્ય હોય એટલો વધારે આરામ આપો.
- માઈગ્રેનમાં ભૂખ લાગે ત્યારે હળવું ભોજન કરો. જેમકે દહીં, સૂપ કે ફળ ખાવાનું રાખો.
- દુખાવો વધે નહીં તે માટે રૂમમાં એકાંતમાં બેસીને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો.
આ પણ વાંચો: Shavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 ફાયદા
માઈગ્રેન હોય ત્યારે શું ન કરવું ?
- માઈગ્રેન હોય ત્યારે એવા કામ ન કરવા જેનાથી શરીરને શ્રમ પડે કે જોર કરવું પડે.
- સ્ટ્રેસ કારણે માઈગ્રેનની સમસ્યા વધી શકે છે તેથી શક્ય હોય ત્યાં સુધી ચિંતા કરવાનું ટાળો.
- મોબાઈલ, કમ્પ્યુટર અને ટીવીના કારણે પણ માઈગ્રેન વધી શકે છે તેથી માઈગ્રેનની તકલીફ હોય તેણે સ્ક્રીન ટાઈમ ઘટાડી દેવો જોઈએ.
- તીખું, મસાલેદાર ભોજન કરવાથી પણ માઈગ્રેન ટ્રીગર થાય છે તેથી આવી વસ્તુઓનું સેવન ન કરવું.
- કેફીન અને દારૂથી પણ માઈગ્રેન ટ્રીગર થાય છે તેથી આ વસ્તુઓનું સેવન પણ ન કરવું.
આ પણ વાંચો: ગેસના કારણે પેટ ફુલીને થયું છે ફુગ્ગા જેવું ? આ 5 વસ્તુ ખાવાથી તુરંત મળશે આરામ
જે લોકોને માઈગ્રેન હોય તેમણે રોજ 7 થી 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. આ સિવાય સ્ટ્રેસ ઘટાડવા માટે નિયમિત યોગ કે ધ્યાન જેવી એક્ટિવિટી કરવી જોઈએ. માઈગ્રેનથી બચવું હોય તો ડાયટમાં ફળ, શાકભાજી અને દાળનો સમાવેશ કરવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)