Pineapple: આ 4 બીમારીમાં અનાનસ ખાવું મોંઘું પડશે, ખાવાથી હોસ્પિટલના ધક્કા વધી જશે
Pineapple: અનાનસ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. અનાનસમાં પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આ ફળ ખાવામાં કેટલાક લોકોએ ધ્યાન રાખવું જોઈએ. જો શરીરમાં આ 4 બીમારી હોય તો અનાનસ ખાતા પહેલા 100 વખત વિચારવું.
Pineapple: અનાનસ છે ને પાઈનેપલ કહે છે તે નાના મોટા સૌ કોઈને પ્રિય ફળ છે. અનાનસ પોષક તત્વથી ભરપૂર હોય છે. આ ફળ ખાવાથી તો શરીરને તાજગી મળે છે અને સાથે જ વિટામિન સી, મિનરલ્સ મળે છે. અનાનસ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે પરંતુ ચાર બીમારીમાં અનાનસ ખાવું હાનિકારક છે. આ ચાર બીમારીમાં અનાનસ ખાવાથી દર્દીની તકલીફ વધી જાય છે.
આ પણ વાંચો: ડાયાબિટીસમાં બ્લડ સુગર વધી જવાની ચિંતા નહીં રહે, રાત્રે આ પાણી પીવાનું કરો શરૂ
સિલીએક બીમારી
અનાનસ એવા લોકો માટે ખરાબ છે જેમને આ બીમારી હોય. આવા લોકોને રિએક્શન થઈ શકે છે. અનાનસમાં પ્રાકૃતિક રીતે એન્જાઈન બ્રોમેન હોય છે. જે આ સ્થિતિને વધારે ખરાબ કરી શકે છે. આ બીમારીના દર્દી અનાનસ થાય તો તેમને બ્લોટીંગ, પેટમાં દુખાવો અને અન્ય સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: આ તકલીફ હોય તો શેકેલા ચણાનો એક દાણો પણ ન ખાવો, ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન
એસીડીટી
અનાનસ એવા લોકો માટે પણ હાનિકારક છે જેમને ગેસ્ટ્રીક પ્રોબ્લેમ કે એસિડિટીની સમસ્યા રહેતી હોય. અનાનસ ખાવાથી તેમની આ તકલીફ વધી શકે છે. ખાસ કરીને અનાનસ સાંજ પછી ખાવાનું કે રાતે ખાવાનું ટાળવું જોઈએ.
કિડનીની તકલીફ
અનાનસ ખાવાનું એ લોકોએ પણ ટાળવું જેમને કિડનીની સમસ્યા હોય. જે લોકોને કિડની નબળી હોય અથવા તો કિડની સંબંધિત તકલીફ હોય તેમણે અનાનસ લિમિટેડ માત્રામાં ખાવું જોઈએ નહીં તો કિડની ડેમેજ થઈ શકે છે.
આ પણ વાંચો:Fruits: બદલાતી ઋતુમાં શરીર માટે અમૃત છે આ 5 ફળ, શરદી-તાવ-ઉધરસ તમારી નજીક પણ નહીં આવે
ડાયાબિટીસ
અનાનસમાં નેચરલ સુગર વધારે હોય છે. અનાનસમાં કેલેરી પણ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દી અનાનસનું સેવન કરે તો બ્લડ સુગર લેવલ અચાનક વધી શકે છે અને તેમની તબિયત બગડી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)