Health Tips: તમે પણ ઘણીવાર સાંભળ્યું હશે કે શાકભાજીને તળવાથી કે વધારે કુક કરવાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે. આ સિવાય શાકભાજી અને ફળને ઉપયોગમાં લેતા પહેલા ધોવા જરૂરી હોય છે. આવી જ રીતે શાકભાજીને લઈને એક વાત છે જેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ વાત છે કાચા શાકભાજી. ઘણા શાકને કુક કરવાથી તે હાનિકારક બની જાય છે તો કેટલાક શાકભાજીને કુક કર્યા વિના ખાવા જોખમી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને જણાવીએ કેટલાક એવા શાકભાજી વિશે જેને ભુલથી પણ કાચા ખાવા જોઈએ નહીં. આ શાકભાજી કાચા ખાવાથી પેટમાં બેક્ટેરિયા વધી શકે છે અને તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.  


આ શાકભાજીને ન ખાવા કાચા


આ પણ વાંચો:


Health Tips: અશ્વગંધા ખાવાથી શરીરને થતા આ 5 ફાયદા વિશે નહીં જાણતા હોય તમે પણ


આ 3 સ્થિતિમાં બાળકોને પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો કારણ અને બચવાના ઉપાય


મોર્નિંગ વોક કર્યા પછી કરવા જ જોઈએ આ 3 કામ, સ્ટ્રેસ દુર થશે અને બોડી રહેશે ફીટ


1. અળવીના પાન


અળવીના પાનને કાચા ખાવા જોઈએ નહીં. તેને હંમેશા પકાવીને જ ખાવા જોઈએ. આ નિયમ પાલકને પણ લાગુ પડે છે. તેને પણ ગરમ પાણીમાં બ્લાન્ચ કરીને જ ઉપયોગમાં લેવા કારણ કે ઉકાલ્યા પછી જ તેના હાઈ-ઓક્સાલેટ સ્તરને ઓછું કરી શકાય છે.


2. કોબી


કોબીના પાનમાં ટેપવોર્મ્સ હોય છે જે નરી આંખે દેખાતા નથી. આ જંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેથી કોબી ખાતા પહેલા તેને સારી રીતે ધોવી જોઈએ. કોબીને જંતુમુક્ત કરવા માટે તેને ઝીણી સમારી અને ગરમ પાણીમાં બ્લાન્ચ કરવી. 


3. કેપ્સીકમ


કેપ્સિકમ પણ કાચુ ખાવું નહીં. તેનો ઉપયોગ કરતા પહેલા તેના બી કાઢી તેને ગરમ પાણીથી અંદરથી ધોઈ લેવા. કારણ કે તેના અંદરના ભાગમાં જંતુઓ થઈ જતા હોય છે.


4. રીંગણ


રીંગણ પણ ટેપવોર્મ્સનું ઘર હોય શકે છે. ચોમાસામાં રીંગણ ખાવાની જ મનાઈ કરવામાં આવે છે. જો ખાવા હોય તો આ શાકભાજીને સારી રીતે કુક કરવા જોઈએ. તેને ક્યારેય કાચા ખાવા જોઈએ નહીં.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)