Health Tips: મોર્નિંગ વોક કર્યા પછી કરવા જ જોઈએ આ 3 કામ, સ્ટ્રેસ દુર થશે અને બોડી રહેશે ફીટ

Health Tips: લોકો મોર્નિંગ વોક કર્યા બાદ કેટલીક ભુલો કરે છે. જેના કારણે જેટલો થવો જોઈએ એટલો ફાયદો થતો નથી. મોર્નિંગ વોક પરથી પાછા ફર્યા પછી લગભગ એક કલાક સુધી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો જ ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ 3 વાતો.

Health Tips: મોર્નિંગ વોક કર્યા પછી કરવા જ જોઈએ આ 3 કામ, સ્ટ્રેસ દુર થશે અને બોડી રહેશે ફીટ

Health Tips: દરેક વ્યક્તિ ફિટ રહેવા માટે શક્ય એટલા પ્રયાસો કરે છે. જો કે બધા લોકો જીમમાં જઈને કસરત કરી શકતા નથી પરંતુ મોટાભાગના લોકો મોર્નિંગ વોક ચોક્કસથી કરે છે. સવારે વોક કરવાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. સાથે જ શરીરનું વજન પણ સંતુલિત રહે છે. મોર્નિંગ વોક કરવાથી સ્ટ્રેસ ફ્રી અનુભવ થાય છે. પરંતુ આ બધા ફાયદા ત્યારે થાય જ્યારે તમે મોર્નિંગ વોક કર્યા પછીના આ ત્રણ કામ કરો છો. મોર્નિંગ વોકથી તમને ફાયદો થાય તેવી તમારી ઈચ્છા હોય તો તેના માટે મોર્નિંગ વોક કર્યા પછી આ 3 કામ પણ કરી લેવા. 

મોટાભાગે લોકો મોર્નિંગ વોક કર્યા બાદ કેટલીક ભુલો કરે છે. જેના કારણે જેટલો થવો જોઈએ એટલો ફાયદો થતો નથી. મોર્નિંગ વોક પરથી પાછા ફર્યા પછી લગભગ એક કલાક સુધી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો જ ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ 3 વાતો.

આ પણ વાંચો: 

પુષ્કળ પાણી પીવો

જ્યારે પણ તમે મોર્નિંગ વોકથી પાછા ફરો એટલે એકધારું નહીં પણ એક કલાક દરમિયાન થોડું થોડું કરી પુષ્કળ પાણી પીવું જોઈએ.  તેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેશે અને શરીર હાઇડ્રેટ રહેશે.

શરીરને ઠંડુ કરો

મોર્નિંગ વોક દરમિયાન આપણા શરીરમાં ગરમી વધે છે. એટલા માટે મોર્નિંગ વોક પરથી પાછા ફર્યા પછી શરીરને ઠંડુ કરવું જોઈએ. તેના માટે ઘરે આવી એક જગ્યા પર શાંતિથી બેસો અને ઊંડા શ્વાસ લેવા. જેનાથી હૃદયના ધબકારા સામાન્ય થશે અને શરીર ઠંડુ થવા લાગશે.

પ્રોટીનનું સેવન

સવારે વોક કરવાથી શરીરમાં પાણી અને એનર્જીનો અભાવ પણ થઈ શકે છે. તેથી મોર્નિંગ વોક પરથી પાછા ફર્યા બાદ પાણી પીધા પછી પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરો. તેનાથી તમારા શરીરને ઉર્જા મળશે. વોક પછી તમે પ્રોટીન શેક, બનાના સ્મુધી જેવી વસ્તુઓ લઈ શકો છો તેનાથી સ્નાયૂ મજબૂત થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news