Fruits In Fridge: ફળ અને શાકભાજી ખરાબ ન થાય તે માટે મોટાભાગના ઘરમાં તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ કેટલાક ફળ એવા પણ હોય છે જેને ફ્રીજમાં રાખવાથી જે નુકસાનકારક બની જાય છે. ખૂબ ઓછા લોકો આ વાત વિશે જાણે છે. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે અને ફળને પણ ફ્રિજમાં રાખી દે છે. ખાસ તો ઉનાળામાં ઠંડા કરેલા ફળ ખાવા સૌને ગમે છે. પરંતુ પાંચ ફળ એવા છે જેને ફ્રીજમાં રાખવાથી તેના જરૂરી પોષક તત્વોનો નાશ થઈ જાય છે. સાથે જ તેને ખાવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે આ પાંચ ફળને ફ્રિજમાં રાખીને ખાવા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પાંચ ફળ કયા છે ચાલો તમને પણ જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Fibroids: ગર્ભાશયમાં થઈ હોય ગાંઠ તો ખાવા લાગો આ ફળ, સંકોચાવા લાગશે ફાઈબ્રોઈડ જાતે જ


આ ફળને ન રાખો ફ્રિજમાં 


- ગરમી હોય કે શિયાળો કેળા દરેક સિઝનમાં મળે છે. કેળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. પરંતુ તેને ફ્રીજમાં સ્ટોર કરીને ખાવા નહીં. ફ્રીજમાં રાખેલા કેળા ઝડપથી કાળા પડવા લાગે છે અને ખરાબ પણ થઈ જાય છે. કેળાને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખો તો તે ઝડપથી પાકી જાય છે અને ખરાબ થાય છે. 


- સફરજનમાં અલગ અલગ એક્ટિવ એન્જાઈમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે સફરજનને ફ્રીજમાં રાખો છો તો એક્ટિવ એન્ઝાઈમના કારણે તે ઝડપથી પાકવા લાગે છે. સફરજનને ફ્રિજમાં રાખશો તો તે હેલ્ધી પણ નહીં રહે અને તેનો સ્વાદ પણ સારો નહીં લાગે. 


આ પણ વાંચો: ફક્ત હાર્ટ એટેક આવે ત્યારે જ નહીં છાતીમાં દુખાવો આ સ્વાસ્થ્ય સમસ્યામાં પણ અનુભવાય છે


- ઉનાળામાં સૌથી વધુ કેરી ખવાતી હોય છે. કેરી પાકે એટલે તેને ઠંડી કરવા માટે ફ્રિજમાં મૂકી દેવામાં આવે છે. જમવાની સાથે ઠંડી કેરી નાના-મોટા સૌને ભાવે છે. પરંતુ ફ્રીજમાં રાખેલી કેરીમાં એન્ટિઓક્સિડન્ટ ઓછા થઈ જાય છે અને કેરી ઝડપથી ખરાબ થવા લાગે છે. 
 
- ઉનાળામાં શક્કરટેટી પણ વધારે પ્રમાણમાં ખવાય છે. ઘણા ઘરમાં શક્કરટેટીને સમારીને ફ્રિજમાં ઠંડી કરી પછી ખાવામાં આવે છે. પરંતુ આમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ જાય છે ફ્રીજમાં રાખેલી શક્કરટેટીનો સ્વાદ પણ બદલી જાય છે. 


આ પણ વાંચો: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ ન પીવા આ 5 અનહેલ્ધી ડ્રિંક્સ
 
- ઉનાળામાં તરબૂચ પણ વધારે માત્રામાં ખવાતું હોય છે. દરેકને ફ્રિજમાં રાખેલું ઠંડુ તરબૂચ ખાવું જ પસંદ હોય છે. પરંતુ આ આદત સાવ ખોટી છે. ફ્રીજમાં રાખવાથી તરબૂચમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટનો નાશ થઈ જાય છે. તરબૂચને વધારે સમય માટે ફ્રિજમાં રાખો તો તેમાંથી ખરાબ સ્મેલ પણ આવે છે અને તેનો સ્વાદ પણ કડવો થવા લાગે છે. ફ્રિજમાં સ્ટોર કરેલું તરબૂચ સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)