Fibroids: ગર્ભાશયમાં થઈ હોય ગાંઠ તો ખાવા લાગો આ ફળ, સંકોચાવા લાગશે ફાઈબ્રોઈડ જાતે જ
Fibroids:ફાઈબ્રોઈડ હોવાના લક્ષણોની વાત કરીએ તો તેમાં માસિક દરમિયાન હેવી બ્લિડિંગ થવું, પેલવિક એરિયામાં તીવ્ર દુખાવો, પિરિયડ સાયકલ લાંબી હોવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે કેટલાક કેસમાં તો તેના કોઈપણ લક્ષણ જોવા મળતા નથી.
Trending Photos
Fibroids: યુટ્રેસ એટલે કે ગર્ભાશયની દીવાલ પર બનતી ગાંઠને ફાઇબ્રોઈડ કહેવાય છે. મેડિકલ ભાષામાં તેને લિયોમાયોમા કહેવાય છે. આ ગાંઠ કેન્સરના કારણે થતી ગાંઠથી અલગ હોય છે. આ ગાંઠ થવાનું મુખ્ય કારણ શું છે તે જાણી શકાયું નથી. પરંતુ આ ગાંઠ થવાનું જોખમ મહિલાઓમાં માસિક શરૂ થયા પછી વધે છે.
ગાંઠને દવા અથવા તો સર્જરીથી દૂર કરી શકાય
ફાઈબ્રોઈડ હોવાના લક્ષણોની વાત કરીએ તો તેમાં માસિક દરમિયાન હેવી બ્લિડિંગ થવું, પેલવિક એરિયામાં તીવ્ર દુખાવો, પિરિયડ સાયકલ લાંબી હોવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે કેટલાક કેસમાં તો તેના કોઈપણ લક્ષણ જોવા મળતા નથી. આ ગાંઠને દવા અથવા તો સર્જરીથી દૂર કરી શકાય છે. સાથે જ કેટલાક એવા ફળ પણ છે જેને ખાવાથી આ ગાંઠ નેચરલી સુકાવા લાગે છે. આજે તમને આ ફળ વિશે જણાવીએ.
સફરજન - એક રિપોર્ટ અનુસાર પેક્ટીનથી ભરપૂર સફરજનમાં એસ્ટ્રોજનનું સ્તર સંતુલિત કરવાના ગુણ હોય છે. સફરજન ગર્ભાશયમાં વધતી ગાંઠનો ગ્રોથ અટકાવે છે. તેનું સેવન નિયમિત કરવાથી ફાઈબ્રોઈડનું રિસ્ક પણ ઓછું થઈ જાય છે.
બેરીઝ - શેતૂર, બ્લુબેરી, રાસબેરી, દ્રાક્ષ જેવા ફળમાં પણ એવા ગુણ હોય છે જે ગર્ભાશયમાં વધતા ફાઈબ્રોઈડની કોશિકાઓને વધતી અટકાવે છે.
સંતરા - વિટામીન સી થી ભરપૂર સંતરા ફાઈબ્રોઈડના ગ્રોથને અટકાવે છે અને ફર્ટિલિટી સંબંધિત સમસ્યાને પણ ઓછી કરે છે. જે મહિલા રોજ એકથી બે સંતરા ખાય છે તેમને ફાઈબ્રોઈડ થવાનું રિસ્ક અન્ય મહિલાની સરખામણીમાં ઓછું હોય છે.
જામફળ - જામફળ પ્રોટીન અને ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે તે ફાઇબ્રોઈડના દર્દી માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ફાઇબ્રોઈડનો ગ્રોથ અટકે છે. જામફળના પાનનો રસ પીવાથી પણ માસિક સમયની સમસ્યાથી છુટકારો મળે છે.
દાડમ - ગર્ભાશયમાં ગાંઠ થઈ હોય તો દાડમ પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ફાઇબ્રોઈડના સેલ્સના વિકાસને રોકવાનું કામ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે