શું તમને પણ બપોરે જમ્યા બાદ ઊંઘવાની આદત છે? તો જાણી લો તેનાથી થતાં નુકસાન વિશે
Afternoon Sleep : જ્યારે બપોરે મસ્ત સ્વાદિષ્ટ ભોજન કર્યું હોય તો લોકોને જમ્યા પછી ઘેન ચઢે છે અને તેઓ 2 કલાક તો આરામથી ઊંઘી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર લોકોની આ આદત ખૂબ જ ખરાબ છે? આ આદતના કારણે વ્યક્તિ બીમાર પડી શકે છે ? આયુર્વેદ અનુસાર વ્યક્તિએ બપોરે જમ્યા પછી ક્યારેય ઊંઘવાની ભુલ ન કરવી. કારણ કે તેનાથી સ્વાસ્થ્ય અને શરીર પર ખરાબ અસર પડે છે.
Afternoon Sleep : ઘણા લોકોને બપોરના ભોજન પછી 2-3 કલાક ઊંઘવાની આદત હોય છે. ખાસ કરીને જ્યારે બપોરે મસ્ત સ્વાદિષ્ટ ભોજન કર્યું હોય તો લોકોને જમ્યા પછી ઘેન ચઢે છે અને તેઓ 2 કલાક તો આરામથી ઊંઘી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર લોકોની આ આદત ખૂબ જ ખરાબ છે? આ આદતના કારણે વ્યક્તિ બીમાર પડી શકે છે ? આયુર્વેદ અનુસાર વ્યક્તિએ બપોરે જમ્યા પછી ક્યારેય ઊંઘવાની ભુલ ન કરવી. કારણ કે તેનાથી સ્વાસ્થ્ય અને શરીર પર ખરાબ અસર પડે છે.
આ પણ વાંચો:
યૂરિક એસિડનો ખાતમો કરી દેશે 3 આયુર્વેદિક જડીબુટ્ટી, સાંધાના દુખાવાથી મળશે રાહત
Monsoon Diet: ચોમાસામાં આ 4 વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીં તો વધી જશે હોસ્પિટલના ધક્કા
Jackfruit Seeds: જીવ માટે જોખમી એવી આ 5 ગંભીર બીમારીઓને જળમૂળથી દુર કરે છે આ બીજ
બપોરે જમ્યા પછી ઊંઘી જવાથી શરીરમાં ચરબી અને પાણી તત્વ વધી શકે છે. જેનાથી પાચનતંત્રને નુકસાન થઈ શકે છે. બપોરે સુવાની આદત મેટાબોલિઝમ નબળું પાડે છે. જેના કારણે ડાયાબિટીસ, સ્થૂળતા, વજન વધવું અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા થઈ શકે છે. આયુર્વેદ અનુસાર જે લોકો દિવસ દરમિયાન વધારે શારીરિક શ્રમ કરે છે અથવા વૃદ્ધ અને બાળકો બપોરે 48 મિનિટ જેટલી ઊંઘ લઈ શકે છે.
આયુર્વેદ અનુસાર જમ્યા પછી તુરંત સુઈ જવાને બદલે 15 મિનિટ વજ્રાસનમાં બેસવું જોઈએ. કારણ કે તેનાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે સાથે જ ચયાપચય સ્વસ્થ રહે છે. વજ્રાસનમાં બેસવાથી તમને એસિડિટી, અપચો, કબજિયાત અને ગેસ જેવી સમસ્યા નથી થતી. જો તમે વજ્રાસનમાં બેસી શકતા નથી તો તમારે ભોજન કર્યા પછી 100 ડગલાં ચાલવા જોઈએ. બસ ભોજન કર્યા પછી તમારે કોઈ ભારે કસરત કરવી નહીં.
ખાસ કરીને જો તમે બપોરે હેવી લંચ કરો છો તો તેના પછી તુરંત જ સુવાની ભુલ ન કરો. જો તમે રોજ ઊંઘી જાવ છો તો ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)