Curd Side Effects: દહીંનો ઉપયોગ ભારતીય ભોજનમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. અને તેમાં અનેક પ્રકારના પોષક તત્વ જેમ કે કેલ્શિયમ, વિટામિન બી-2, વિટામિન બી-12, પોટેશિયમ અને મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં મળી આવે છે. રોજ એક કપ દહીંનું સેવન કરવું સ્વાસ્થ્યની સાથે સાથે સ્કીન માટે પણ ઘણું ફાયદાકારક છે. આ બધા ફાયદા સિવાય દહીં ખાવાની સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. આજે અમે તમને દહીં ખાવાની સાઈડ ઈફેક્ટ્સ વિશે જણાવીશું. તો આવી જાણીએ તમારે રોજ દહીં કેમ ન ખાવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજ દહીં ખાવાનું નુકસાન: 
એવું કહેવામાં આવે છેકે જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારે રોજ દહીંનું સેવન ન કરવું જોઈએ. જો પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, તો તમારે દહીં ખાવાથી કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તમે રોજ એક કપથી વધુ દહીંનું સેવન કરો છો ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે માત્ર એક કપ દહીં ખાઓ છો, તો તેનાથી તમને નુકસાન થતું નથી. 


દહીં વધારે ખાવાથી શું નુકસાન થાય છે:
1.  પેટનું ફૂલવું:  
દહીંમાં લેક્ટોઝ જોવા મળે છે. આવી સ્થિતિમાં જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યા હોય છે તેમને તેનાથી મુશ્કેલી થઈ શકે છે. લેક્ટોઝ એ દૂધની ખાંડ છે જે શરીરમાં હાજર લેક્ટેઝ એન્ઝાઇમની મદદથી પચવવામાં આવે છે. જ્યારે શરીરમાં લેક્ટેઝ એન્ઝાઇમની ઉણપ હોય છે, ત્યારે લેક્ટોઝ સરળતાથી પચી શકતું નથી અને શરીરમાં પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા વધવા લાગે છે. 


2. વજન વધી શકે છે:  
દહીંમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં તેનું વધુ સેવન કરવાથી તમારું વજન પણ વધી શકે છે. જો તમે બહારથી દહીં ખરીદો છો, તો તેના લેવલને વાંચો અને ચરબી અને કેલરીવાળા દહીંને બદલે પ્રોટીનયુક્ત દહીં લો.



આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ


3. ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે: 
ડેરી ઉત્પાદનો, ખાસ કરીને દહીંમાં સેચ્યુરેટેડ ફેટ અને એડવાન્સ ગ્લાઈકેશનનું પ્રમાણ વધુ હોય છે. આના કારણે હાડકાની ઘનતા ઓછી થવા લાગે છે. જેથી ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આર્થરાઈટિસના દર્દીઓએ દહીંનું સેવન ઓછું કરવું જોઈએ. તેનાથી તેમની પીડા પણ વધી શકે છે


શું કહે છે આયુર્વેદ: 
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે શિયાળાની ઋતુમાં દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંની તાસીર ઠંડી હોય છે, આ સ્થિતિમાં તેને ખાવાથી તમને વધારે ઉધરસ કે શરદીનો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદ અનુસાર દહીંથી કફમાં વધારો થાય છે. તેનાથી તે અસ્થમા, સાઇનસ કન્જેશન અથવા શરદી અને ઉધરસ જેવી શ્વાસ સાથે સંબંધિત લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમજ તે શરીરમાં સોજાને ટ્રિગર કરી શકે છે. નિષ્ણાતોના મતે દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. આ સિવાય દહીંમાં કંઈક ભેળવીને ખાવાને બદલે સાદું જ આરોગો.


આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube