Cloves Water: આપણા ઘરના રસોડામાં એવા ઘણા મસાલા છે જે સ્વાસ્થ્ય માટે દવા જેવું કામ કરે છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આપણી રોજની રસોઈમાં આ વસ્તુઓનો ઉપયોગ આપણે ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ પરંતુ તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને પણ લાભ થઈ શકે છે. કેટલાક મસાલા એવા છે જેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી મુક્તિ મળી શકે છે. આવા જ મસાલામાંથી એક છે લવિંગ. મોટાભાગે તમે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવા કે ઉધરસ સમયે કર્યો હશે પરંતુ લવિંગ ખાવાથી શરીરની ઘણી બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને સવારના સમયે લવિંગનું પાણી પીવાથી શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં 2 થી 3 લવિંગ રાત્રે પલાળી દેવા. ત્યારબાદ આ પાણીને સવારે ઉપયોગમાં લેવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવિંગના પાણીથી થતા ફાયદા

આ પણ વાંચો: 


આ 4 વસ્તુ નસે નસમાંથી ખેંચીને બહાર કાઢી નાખશે કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકનું જોખમ ટળશે


અધિકમાસમાં ઉપવાસ કરો તો સાથે ફોલો કરજો આ ટીપ્સ, નહીં થાય ગેસ, એસિડિટી જેવી સમસ્યા


પપૈયાના બીજ આ 3 બીમારીઓમાં કરે છે દવા જેવી અસર, આ રીતે કરશો સેવન તો ઝડપથી થશે ફાયદો

પાચન સુધરે છે


ઘણા લોકોને પેટ સંબંધિત સમસ્યા વારંવાર થતી હોય છે તેનું કારણ હોય છે કે તેમનું પાચનતંત્ર સુસ્ત હોય છે. આવી સ્થિતિમાં રોજ સવારે ખાલી પેટ જો તમે લવિંગના પાણીનું સેવન કરો છો તો તેનાથી પાચન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. પાણીમાં પલાળેલા લવિંગ ને ચાવીને ખાઈ જવાથી એસીડીટી જેવી તકલીફથી પણ મુક્તિ મળે છે.


ત્વચા માટે ફાયદાકારક


ગરમીના દિવસોમાં ત્વચા ની સમસ્યાઓ પણ વધી જતી હોય છે. આ તકલીફમાં પણ લવિંગ નું પાણી ફાયદાકારક સાબિત થાય છે. સનબર્ન જેવી તકલીફથી લવિંગનું પાણી મુક્તિ અપાવે છે. તેના એનટીએજીંગ ગુણ થી ત્વચા પર નિખાર આવે છે.


આ પણ વાંચો: 


ચોમાસામાં વકરતી આ 4 બીમારીથી બચાવે છે આદુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


આ 4 વસ્તુ વાયરલ ઈન્ફેકશનનું કામ કરી દેશે તમામ, શરદી-ઉધરસ તો થશે જ નહીં ક્યારેય


ડાયાબિટીસમાં બ્લડ સુગર રહેતું હોય હાય તો ટ્રાય કરો આમાંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય


મોઢાના ચાંદા મટાડે છે


ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. આવી તકલીફમાં પણ લવિંગ બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં પલાળેલું લવિંગ ચાવીને ખાવાથી અથવા તો ચાંદા ઉપર લવિંગનું તેલ લગાડવાથી તુરંત જ રાહત મળે છે. આ સિવાય તમે લવિંગના પાણીથી કોગળા પણ કરી શકો છો.


માથાનો દુખાવો દૂર થાય છે


ઘણા લોકોને વારંવાર માથાનો દુખાવો રહેતો હોય છે. આવી સ્થિતિમાં લવિંગ નું પાણી દવા સમાન સાબિત થશે. માથાનો તીવ્ર દુખાવો હોય તો લવિંગના તેલથી માથામાં માલિશ કરી શકાય છે આ સિવાય લવિંગનું પાણી પીવાથી માથાની તકલીફ ધીરે ધીરે દૂર થવા લાગે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)