Viral Infection: આ 4 વસ્તુ વાયરલ ઈન્ફેકશનનું કામ કરી દેશે તમામ, શરદી-ઉધરસ તો થશે જ નહીં ક્યારેય

Viral Infection: ચોમાસાની ઋતુમાં વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધી જાય છે.  વાયરલ ઈન્ફેકશનના કારણે શરદી, ઉધરસ, તાવ, નાકમાંથી પાણી વહેવું જેવી તકલીફો વધારે થાય છે. વાયરલ ઈન્ફેકશનના કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે.  તેવામાં જો ચોમાસા દરમિયાન આપણે આપણા આહારમાં કેટલાક ફેરફાર કરી તો વાયરલ રોગોથી બચી શકાય છે. 

Viral Infection: આ 4 વસ્તુ વાયરલ ઈન્ફેકશનનું કામ કરી દેશે તમામ, શરદી-ઉધરસ તો થશે જ નહીં ક્યારેય

Viral Infection: ચોમાસાની ઋતુમાં વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધી જાય છે.  વાયરલ ઈન્ફેકશનના કારણે શરદી, ઉધરસ, તાવ, નાકમાંથી પાણી વહેવું જેવી તકલીફો વધારે થાય છે. વાયરલ ઈન્ફેકશનના કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે.  તેવામાં જો ચોમાસા દરમિયાન આપણે આપણા આહારમાં કેટલાક ફેરફાર કરી તો વાયરલ રોગોથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાથી તમે વાયરલ ઈન્ફેક્શનથી બચી શકો છો.

પ્રોટીન યુક્ત આહાર
વાયરલ ઈન્ફેક્શનથી બચવું હોય તમારે પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. તેનાથી શરીર મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જો તમે શાકાહારી છો તો તમે પ્રોટીન માટે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો:

ફળ અને શાકભાજી
તાજા ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળ અને શાકભાજી એન્ટીઓકિસડન્ટ તત્વોથી ભરપુર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે જ ચેપ સામે લડવામાં મદદ કરે છે.  

યોગ્ય માત્રામાં પાણી પીવું
આ સીઝનમાં પણ શરીર હાઇડ્રેટ રહે તે જરૂરી છે. તેથી દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહો. જો શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તો વાયરલ બીમારીઓ ઝડપથી મટે છે.

હળદરવાળું દૂધ
ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને નિયમિત પીવાનું રાખવું જોઈએ. આ દૂધમાં એ તમામ ગુણ હોય છે જે  વાયરલ ચેપના કારણે થતા નુકસાનથી શરીરને બચાવે છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news